Featured
Posted in Gujarati, Gujarati Audiobook, My Books, Short Stories

પચાસની નોટ | પિતા-પુત્રની માર્મિક વાર્તા | Parth Toroneel | 108 વાર્તાઓ પુસ્તક | Gujarati Audiobook

“જિંદગી તો સસ્તી જ છે, બકા
મોંઘી તો જીવવાની રીત છે!”

ઑફિસમાં મોડી રાત સુધી કામ કરીને મનસુખભાઈ થાકીને ઘરે પહોંચ્યા. તેમણે દરવાજો ખોલતાની સાથે જ જોયું કે તેમનો પાંચ વર્ષનો પુત્ર, વિરલ સૂવાને બદલે તેમની રાહ જોઈ રહ્યો હતો.

પિતાના ઘરે આવતા જ વિરલે પૂછ્યું, “પપ્પા પપ્પા, હું તમને એક પ્રશ્ન પૂછું?”

“હા પૂછ, શું પૂછવું છે?” મનસુખભાઈએ થાકેલા અવાજમાં કહ્યું.

“પપ્પા, તમે એક કલાકમાં કેટલું કમાઓ છો?”

“તારે જાણીને શું કરવું છે?” મનસુખભાઈ ખિન્ન અવાજમાં તાડૂક્યા.

“હું બસ જાણવા માગું છું. પ્લીઝ, મને કહો ને તમે એક કલાકમાં કેટલી કમાણી કરો છો?”

મનસુખભાઈ તેની સામે ગુસ્સાથી જોઈ બોલ્યા, “100 રૂપિયા.”

“તો પપ્પા,” વિરલે નિર્દોષતાથી પૂછ્યું, “તમે મને 50 રૂપિયા ઉછીના આપશો?”

Featured
Posted in Book Reviews, Gujarati, Gujarati Audiobook, My Books

એક કપ ચા : Philosophical & Wisdom Story : 108 Vartao

“Closed माइंडेड लोगों के साथ प्रॉब्लम ये है कि उनका मुँह हमेशा खुला ही रहता है।”

યુનિવર્સિટીના એક પ્રોફેસર ‘ઝેન’ વિશે જાણવા માંગતા હતા. તે પ્રખ્યાત ઝેન માસ્ટરને મળવા ગયા. ઝેન માસ્ટર ‘ઝેન’ વિશે કંઈ બોલે કે તરત પ્રોફેસર વચ્ચે પોતાની દલીલ નાંખીને ડાહપણ ડહોળતા. પાંચેક મિનિટ આવું ચાલ્યું પછી ઝેન માસ્ટરે પૂછ્યું, “ચા પીશો?”

“જરૂર.” પ્રોફેસરે કહ્યું.

ઝેન માસ્ટર મઠમાંથી કીટલી અને કપ લઈ આવ્યા. તેમણે પ્રોફેસરને કપ આપીને એમાં ચા રેડવાનું શરૂ કર્યું. કપમાંથી ચા ઉભરાતી રહી છતાં તે રેડતા રહ્યા.

Featured
Posted in Gujarati, Gujarati Audiobook, My Books, Short Stories

જીવનનું અસલી રહસ્ય : Motivational Gujarati Story : 108 Vartao

“इंसान की आर्थिक स्थिति कितनी भी अच्छी क्यों ना हो लेकिन जीवन का सही आनंद लेने के लिए उसकी मानसिक स्थिति अच्छी होनी चाहिए।”

એક સમયની વાત છે. એક ગામમાં કેટલાંક શ્રમિકો પથ્થરના સ્તંભ બનાવી રહ્યા હતા ત્યારે એક સંત ત્યાંથી પસાર થયા. તેમણે એક શ્રમિકને પૂછ્યું, “અહીં શું બની રહ્યું છે?”

શ્રમિકે જરા ચીડથી જવાબ આપ્યો, “જોતા નથી આ પથ્થરો કાપી રહ્યો છું!”

સંતે નમ્ર સ્વરે કહ્યું, “હા, ભાઈ હું જોઉં છું, પણ અહીં શું બની રહ્યું છે?”

“મને શું ખબર!” શ્રમિક ગુસ્સામાં ઘૂરક્યો, “અહીં પથ્થરો તોડી તોડીને ખભા તૂટી રહ્યા છે અને તમને અહીં શું બનવાનું છે એની પંચાત છે!”

સંત આગળ વધ્યા. બીજો શ્રમિક મળ્યો. સંતે પૂછ્યું, “અહીં શું બની રહ્યું છે?”

મજૂરે ભગવા વસ્ત્રો ધારી સંતને ઉપરથી નીચે જોઈ કહ્યું, “જુઓ, સંત મહારાજ, અહીં જે બનવાનું હોય તે. ચાહે મંદિર કે જેલ. મારે એથી શું મતલબ? મને તો સાંજે બસ્સો રૂપિયા વેતન મળે એટલો મારું કામ પૂરું. અહીં શું બની રહ્યું છે તેની મને કોઈ પરવા નથી.”

સંત આગળ વધ્યા ત્યારે ત્રીજો શ્રમિક મળ્યો. સંતે તેને પૂછ્યું, “અહીં શું બનશે?”

Featured
Posted in Gujarati, My Books, Short Stories

લાંછન – લગ્નજીવનની કશ્મકશમાંથી જન્મેલી એક સ્ત્રીની સંવેદનશીલ વાર્તાલાંછન –

“Secrecy is the enemy of intimacy. Every healthy relationship is built on a foundation of honesty and trust.”

– Dave Willis (Author)

છેલ્લા એક-બે અઠવાડિયાથી હું મારા શરીરમાં પ્રારંભિક ગર્ભાવસ્થાના લક્ષણો અનુભવવા લાગી છું. આ મહિને મારો માસિક સ્રાવ મિસ થઈ ગયો હતો. ઉબકા અને ઉલટી જેવું શરૂ થતું હતું. ખાટું ખાવાનું ખૂબ મન થતું હતું.

લગ્નના એક દાયકા પછી આખરે હું ગર્ભવતી બની હતી!

હું મારા આવનારા બાળકની મા બનવાની હતી. મારા તન-મનમાં ખુશીની લહેર દોડી રહી હતી. અંતરમાં અનેરા સંતોષનો, પૂર્ણતાનો અહેસાસ મને હરેક પળ ભીંજવતો હતો. હું આટલું જલ્દી આ સિક્રેટ કોઈની સામે પ્રગટ કરવા માગતી નહોતી. ખાસ કરીને મારા પતિ સામે…

લગ્નના આ એક દાયકામાં મેં કેટલા માનસિક અને શારીરિક કષ્ટ સહન કર્યા હતાં એ તો ફક્ત હું જ જાણું છું. વાંઝણી ન હોવા છતાં મેં વાંઝણી હોવાનો ઝહેરીલો ડંખ સહન કર્યો હતો. હૈયું સોંસરવું વીંધી નાખે એવા સાસુના મહેણાંટોણાં સાંભળ્યા હતાં. માતૃત્વ સુખથી વંચિત રહેવાનો અહેસાસ ગુમાવ્યો હતો. હું એ બધાં કષ્ટ, વ્યંગ્ય, ઉલાહના અને મહેણાંટોણાંને શરીર પર ચોંટેલા ગંદા કીડાની જેમ દૂર ફેંકી દેવા માગતી હતી. લોકોના મોઢા સીવી દેવા માગતી હતી. સાસુના ચહેરા પર ખુશીની વસંત મહોરતી જોવા માગતી હતી, અને પતિના ચહેરા પર..?

હજુ તો મારા પતિને આ ખુશખબર વિશે બિલકુલ ખબર નહોતી. જ્યારે કડવી સચ્ચાઈ વિશે ખબર પડશે ત્યારે તેમની પર આઘાતની વીજળી ત્રાટકશે અને અમારા લગ્નજીવનમાં કેવું તોફાન-તાંડવ ઊભું થશે એની તો હું અત્યારે ફક્ત કલ્પના જ કરી શકતી હતી. પરંતુ બાળકને જન્મ આપવા માટે હું કોઈ પણ તોફાનનો સામી છાતી સામનો કરવા કટિબદ્ધ હતી. મારી કૂખમાં ઉછરી રહેલા નાજુક જીવ માટે હું કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા પણ તૈયાર હતી.

પતિનું સ્મરણ થતાં જ મારા મનમાં કશુંક ડંખી ગયું. મનમાં ઝેર જેવી કડવાશ પ્રસરી ગઈ. પછી મારા હોઠ પર વ્યંગ્યાત્મક હસી ખીલી ઉઠી. હું નીચલો હોઠ હળવેથી દાંત વચ્ચે દબાવીને મનમાં બબડી: ખબર નહીં જ્યારે હું તેમને કહીશ કે:હું મા બનવાની છુંત્યારે તેમને કેવું લાગશે? આઘાત પામીને તત્ક્ષણ પૂછશે કે:કોના બાળકની મા?’ ત્યારે હું શું જવાબ આપીશ? શું પિયુષ આ કડવા સત્યનો ઘૂંટ આસાનીથી ગળા નીચે ઉતારશે? શું તે મને અને આવનારા બાળકને સ્વીકારશે? એમના દિમાગમાં ક્રોધનો જ્વાળામુખી નહીં ફૂટે? એમનો પુરુષ-અહમ્ નહીં ઘવાય? શું તે એવું પૂછવાનું સાહસ કરી શકશે કે:તારી કૂખમાં કોનું બચ્ચું ઉછરી રહ્યું છે?’ તે એમના દિમાગ અને દિલના દરવાજા બંધ કરીને, પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે શું હોઠ સીવી લેશે..?? કંઈ પણ થઈ શકે છે; અને એ માટે મારે તૈયાર રહેવાનું છે.

પરંતુ હું આ વિશે વધુ ચિંતિત નહોતી. મારું બાળક એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત જન્મે બસ એવી જ પ્રાર્થના ઈશ્વરને કરતી હતી.

મેં ઘણું વિચારીને આટલું મોટું કદમ ઉઠાવ્યું હતું. માતૃત્વ સુખ પ્રાપ્ત કરીને મેં કપાળ પરથી ‘વાંઝણી’ હોવાનું લાંછન મિટાવવા માટે પરંપરાનો ભંગ કર્યો હતો, નૈતિક મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ મેં જે કર્યું હતું તે ખૂબ સમજી વિચારીને કર્યું હતું.

લગ્ન પહેલાં હું IT કંપનીમાં જોબ કરતી હતી. હું મારી રુચિ અનુસાર કામ કરતી હતી, પરંતુ લગ્ન પહેલાં જ મારી સાસુએ મને સ્પષ્ટ કહી દીધું હતું કે, તું લગ્ન પછી જોબ નહીં કરે. મમ્મી-પપ્પાના દબાણમાં આવી મેં મન મારીને એમની શરત માન્ય રાખી હતી. પિયુષે MBA કર્યું હતું. MBA પૂરું કરીને તે તેના પિતાના બિઝનેસમાં જોડાઈ ગયા.

એ સમયમાં તેમના પિતાનું હ્રદય હુમલાથી મૃત્યુ થઈ ગયેલું. ત્યારબાદ તેમણે પિતાનો બિઝનેસ સંભાળી લીધો. અમારા લગ્ન વખતે પિયુષની ફક્ત મા જ હતી. સગાઈ થયાના એક વર્ષ પછી અમારા લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. હું પણ ખૂબ ખુશ હતી કે મને મારા સપનાંનો રાજકુમાર મળ્યો, પરંતુ હનીમૂનની રાત્રે મારી ખુશીઓ અને સપનાંની પાંખો કપાઈ ગઈ.

હનીમૂનની રાત્રે મારી ઘણી કામચેષ્ઠાઓ બાદ પિયુષે ઉડાન ભરી અને ધડામ કરતો નીચે પટકાયો. જાણે ઉડાન ભરતા પહેલાં કોઈ પક્ષીની પાંખો કાપી લીધી હોય. એમનું શરમજનક પરફોર્મન્સ જોઈ મારું હૃદય બેસી ગયું. મારા મનમાં એક ડર ઘૂસી ગયો.

જો આવું છે તો પછી દાંપત્ય જીવન કેવી રીતે સુખેથી વિતશે? મેં એની સામે જોઈને મનોમન ખુદને આ પૂછ્યું હતું. પછી મેં ખુદને એમ કહી તસલ્લી આપવાની કોશિશ કરી કે: ‘કદાચ પહેલી વખતના મિલનને લીધે આવું થયું હશે. મેં ક્યાંક વાંચ્યું હતું કે કેટલાંક પુરુષો તરુણવયથી વધુ પડતાં હસ્તમૈથુનની નિયમિત ટેવને કારણે વહેલા સ્ખલિત થઈ જતાં હોય છે.’ ત્યારે મેં મારું મન મનાવી લીધેલું, પરંતુ લગ્નના બે મહિનામાં અમે જેટલી વખત સહવાસ માણવાની કોશિશ કરી એટલી વખત મારી આ ધારણાં ખોટી સાબિત થતી ગઈ.

લગ્નજીવનમાં શૈયાસુખ માણવાના મારા આરમાનોના ફૂલ કરમાઈ પડ્યા. પિયુષનું પુરુષત્વ ખરેખર બેજાન હતું. ઉડાન ભરવામાં તે અસમર્થ હતાં. હું આ વિશે તેમને કંઈ કહી શકું તેવું સાહસ મારાથી નહોતું થતું. તેમના અહમને ચોટ પહોંચશે તો સંબંધમાં ખટરાગ પેદા થશે, અને પછી અમારી વચ્ચે અંતર આવી જાય એવું હું બિલકુલ નહોતી ઈચ્છતી. દાંપત્ય જીવનમાં શરૂના બે વર્ષ ખૂબ અગત્યના હોય છે. આ સમયમાં પ્રેમ અને ઘનિષ્ઠતાના મૂળ એમના દિલમાં જેટલા ઊંડા ઉતરે એટલા ઉતારવા મેં પૂરી કોશિશ કરી, પણ એમણે ક્યારેય એવો પ્રયત્ન એમની તરફથી ન કર્યો.

એમનું ખીલેલું મૂડ જોઈ હું ક્યારેક બિસ્તરમાં પહેલ કરતી. એમને સહવાસ માટે ઉત્તેજિત કરી મૂકે તેવી લોન્જરી અને નાઇટી પહેરતી. મને ભારે અચરજ થતું જ્યારે હું એમની સામે નિર્વસ્ત્ર હોઉં છતાં એમના પુરુષત્વમાં કોઈ હલચલ થતી નહીં. મારી અનેક કામચેષ્ઠાઓ છતાં એ કડકાઈ લાવી શકતા નહીં. હું અસમંજસ ભાવે એમની સામે જોઈ પૂછતી: ‘વ્હોટ ઇટ રોંગ વિથ યુ? મને નગ્ન જોઈ તમને જરાય ઉત્તેજના મહેસૂસ નથી થતી? શું હું તમને ઉત્તેજિત કરવા કાફી નથી?’ મારા પ્રશ્નોના જવાબમાં મને એમના પુરુષત્વ જેવું શિથિલ મૌન મળતું…

*

અમારા લગ્નના પાંચ વર્ષ વીતી ગયા. મારા જીવનબાગમાં સુખના ફૂલ કરમાઈને ખરવા લાગ્યા હતાં. મારે એમની યૌન સમસ્યાનું કારણ પકડવું હતું અને એનો ઈલાજ કરવો હતો. હું ભણેલી-ગણેલી સ્ત્રી હતી. મેં આશાનું દામન ના છોડ્યું. આધુનિક યુગ વિજ્ઞાનનો યુગ હતો. દરેક પ્રકારની તકલીફનો ઈલાજ સંભવ હતો.

છેલ્લાં ચાર વર્ષમાં મારા અને પિયુષની વચ્ચે કોઈ પ્રકારનો રોમેન્ટિક કે જાતીય સંબંધ નહોતો સ્થપાયો, જેના લીધે જે ઈમોશનલ બોંડિંગ અને ઈન્ટિમસી રચાવી જોઈએ એના અભાવે મારી અંદર ઠંડો ખાલીપો ભરી દીધો હતો. મારી પણ કેટલીક દૈહિક જરૂરિયાત હતી. રોજ રાત્રે બિસ્તરમાં મન કોઈનો ઘનિષ્ઠ સંગાથ ઝંખ્યા કરતું. દેહમાં ઉઠતી અતૃપ્ત કામેચ્છા હસ્તમૈથુનથી તો સંતૃપ્ત કરી લેતી, પણ બસ એટલું જ પૂરતું નહોતું. મારું ‘સ્ત્રીમન’ કોઈ પુરુષ મને સમજે, ચાહે, મારી પરવા કરે, મારી ઈચ્છાઓ, સપનાંઓ, આકાંક્ષાઓ વિશે પૂછે, એની બાંહોમાં ભરી રોમેન્ટિક સંવાદ કરે એવી અદમ્ય ઈચ્છા ઉઠતી. મારી આંખોમાં જોઈ તે મારા પ્રત્યે પ્રેમ મહેસૂસ કરે, મને છેડે, હસાવે અને ઑફિસ જતાં પહેલાં મારી આંખોમાં જોઈને ‘I LOVE YOU…’ આ ત્રણ મેજિકલ શબ્દો કહે – લગ્ન પહેલાં મેં આવા રોમેન્ટિક પતિની રંગીન કલ્પનાની રંગોળી મનમાં પૂરી હતી, કમસેકમ લગ્નના થોડાંક વર્ષ સુધી…

પણ લગ્ન કરી હું તદ્દન વિપરીત હકીકત જીવી રહી હતી. મારા મનમાં ઘોર હતાશા અને દુ:ખના વાદળો વરસી રહ્યાં હતાં. આશાના સૂર્યોદયનો ઉઘાડ થશે કે નહીં એ અનિશ્ચિતતા મને વધુ હતાશ કરી મૂકતી. હું મન મારીને ખુશ રહેવાનો પ્રયાસ કરતી હતી, ઘરના બધાં કામકાજ કરતી હતી. સાસુમા મારા વ્યવહાર કુશળતાથી ખૂબ ખુશ હતાં. હું એમનું પૂરું ધ્યાન રાખતી. ઘરમાં તેઓ કોઈ કામ હાથ લેતા ત્યારે હું એમને કહેતી: “મમ્મીજી, હવે તમારા આરામ કરવાના દિવસો છે. હું બધું કામ કરી લઈશ.”

“તું બધું કામ કરી લે છે હું જાણું છું, પણ હું અપંગ થોડી છું.” તે હસીને કહેતાં, “તારી સાથે કામ કરું છું તો શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે.”

“તેમ છતાં તમે થોડી વાર આરામ કરી લો.” હું હસીને કહેતી.

“અરે તું આવી છે પછી મારે તો આરામ જ આરામ છે. બસ એક બાળક આપીને મને થોડી બચીકૂચી ખુશી પણ આપી દે, તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે.” તેમણે મારી સામે આશાભરી નજરથી જોયું.

મારા હૃદયમાં કશુંક તીક્ષ્ણ ચૂભી ગયું. એમની આંખોમાં જોવાનું સાહસ મારાથી ન થયું. હું નજર ઝૂકાવીને કામમાં વ્યસ્ત થઈ ગઈ

*

દિવસો વિતતા જતાં હતાં એની સાથેસાથે સાસુમાની પૌત્રની અપેક્ષાઓ પણ બળવત્તર બનતી જતી હતી. ટીવી જોતી વખતે જ્યારે બેબી ડાયપર અને પાવડરની એડ્સ આવતી, ત્યારે મને આડકતરી રીતે બાળક માટે એમની ઈચ્છા યાદ કરાવતાં…

એક દિવસ તો તેમણે કહ્યું, “પ્રિયલ બેટા, હવે તમે બંને શેની રાહ જુઓ છો? તમારા લગ્નના સાડા પાંચ વર્ષ થઈ ગયા. તમે કશું કરતાં કેમ નથી? શું કોઈ સાવધાની વર્તો છો? કે કોઈ બીજી વાત છે?” તેમણે મારી સામે સંદેહપૂર્ણ નિગાહથી જોયું.

એ પળમાં મારી જીભ પર : ‘મમ્મીજી, મને એવા પુરુષની સાથે બાંધી દેવામાં આવી છે જેનામાં પુરુષત્વની કમી છે.’ – પણ આ શબ્દો મારી જીભ પરથી હોઠ પર લાવવાની હિંમત હું સમેટી ન શકી. હું ચુપ રહી. આ સ્થિતિમાં જો કોઈનો દોષ હતો, તો એ ફક્ત પિયુષનો હતો. તે પોતાના વિશે બધું જાણતા હોવા છતાં મારી સાથે લગ્ન કર્યા! પોતાની યૌન અસમર્થતા છુપાવીને ચુપ્પી સાધી રાખી.

એમની યૌન સમસ્યા વિશે વાત કરવા મારા મનમાં શરમ અને સંકોચની તોતિંગ દીવાલ ઊભી હતી, પરંતુ હવે એ દિવાલ મારે તોડવાની હતી. મારે આ વિશે પિયુષ સાથે વાત કરવાની જ હતી. એ રીતે કે તેમના અહમને ઠેસ ના પહોંચે; અને તેઓ વાતની ગંભીરતાને સમજીને પોતાનો ઈલાજ કરવા માટે તૈયાર થઈ જાય.

(આગળની વાર્તા તમે ‘Amazon Kindle’ App પર વાંચી શકો છો. KU subscribers બિલકુલ નિશુલ્ક ભાવે આ વાર્તા અને મારી બીજી બધી ઈબૂક્સ વાંચી શકે છે…)

નીચેની લિન્ક પર ક્લિક કરો…

laanchhn | લાંછન

Happy reading…!

Featured
Posted in Book Reviews, Gujarati, Gujarati Audiobook, My Books, Short Stories, Uncategorized

મારે ભગવાનને મળવું છે : આધ્યાત્મિક વાર્તા

सांस खत्म हो और तमन्ना बाकी रहे, वह है मृत्यु

सांस बाकी रहे और तमन्ना खत्म हो जाए, वह है मोक्ष।”

– ओशो

એક સાધુ આખી દુનિયાનો પ્રવાસ કરીને ભારત પાછા ફર્યા. એક દિવસ તે એક નાનકડા રજવાડામાં મહેમાન તરીકે પધાર્યા. રજવાડાના રાજાએ સાધુ પાસે જઈને કહ્યું, “સાધુજી, હું વીસ વર્ષથી એક પ્રશ્ન ઘણાં સાધુ-સંતને પૂછી ચૂક્યો છું. પણ હજુ સુધી કોઈની પાસેથી સંતોષજનક જવાબ નથી મળ્યો. તમે મને એ પ્રશ્નનો જવાબ આપશો?”

“ચોક્કસ આપીશ.” સાધુએ કોમળ સ્મિત ફરકાવ્યું, “આજે તમે નિરાશ નહીં થાવ. પૂછો પ્રશ્ન.”

“મારે ભગવાનને મળવું છે.” રાજાએ બે હાથ જોડીને વિનંતી કરી, “મહેરબાની કરી ભગવાનને સમજાવવાનો પ્રયાસ ના કરશો. મારે સીધું જ એમને મળવું છે. રૂબરૂ.”

“અબઘડી મળવું છે કે થોડી વાર રોકાવું છે?”

“માફ કરશો, કદાચ તમને મારો પ્રશ્ન સમજવામાં ગેરસમજ થઈ છે.” રાજાએ હળવું હસીને સ્પષ્ટતા કરી, “હું પરમાત્માની વાત કરું છું. ભગવાન નામની વ્યક્તિની નહીં.”

“જાણું છું, રાજન.” સાધુએ નમ્ર સ્મિત સાથે ફરી કહ્યું, “હું આઠેય પહોર ભગવાનના સંપર્કમાં જ હોઉં છું. તમે મને તત્કાળ સીધો અને સ્પષ્ટ જવાબ આપો. અબઘડી મળવું છે કે થોડી વાર પછી?”

“અબઘડી મળવા માગું છું.” કહેતા જ રાજાના અવાજમાં અધીરાઈ ઊછળી પડી, “વીસ વર્ષથી એમને મળવા માટે ઉત્સુક છું.”

“સારું. તમે એક કાગળ પર તમારું નામ, પરિચય અને સરનામું લખી દો, જેથી હું ભગવાનને જણાવી શકું કે તમે કોણ છો.”

આગળની વાર્તા જાણવા વીડિયો અથવા બૂક પર ક્લિક કરો…

!08 આધ્યામિક અને પ્રેરણાત્મક વાર્તાઓ – પાર્થ ટોરોનીલ
Maare Bhagwan Ne Malvu Chhe…

Featured
Posted in Gujarati, My Books

Locked-room Murder Mystery – Chapter 1 | (Gujarati Suspense Thriller Novel)

Chapter – 1

~ માર્યા ઠાર! ~

‘લક્ષ્મી વિલાસ’ ઑફિસ, કાંદિવલી ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર

9 ડિસેમ્બર, 2018 (રવિવાર)

સમય – 5:41 A.M.

9 ડિસેમ્બરની રાત્રે લગભગ 1 વાગ્યે ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીની બે મંજિલા હેડ ઑફિસ ‘લક્ષ્મી વિલાસ’માં એક એવી સનસનાટી ભરી ઘટના ઘટી ચૂકી હતી, જેની કોઈ કલ્પના કરી શકે તેમ નહોતું. આ ઘટનાને યોજનાબદ્ધ અંજામ આપવા પાછળનું ષડયંત્ર શું હતું અને કોણ હતું આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ? મુંબઈ પૉલીસની કેરિયરમાં આ એક એવો વિચિત્ર અને રહસ્ય ભર્યો કેસ બનવાનો હતો, જેની ગુથ્થી સુલજાવવા તેમની રાતોની ઊંઘ ઊડી જવાની હતી…

‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીએ ફક્ત મુંબઈમાં જ નહીં, બલ્કે ભારતભરમાં એક મોટું બ્રાન્ડ નામ જમાવી દીધું હતું. આમ આદમીથી લઈને અમીર સેલિબ્રિટિસ તેમના સેલિબ્રેશન માટે કેક, પેસ્ટ્રી, ડૉનટ્સ કે કોઈપણ પ્રકારની બેકરી આઈટમ ઓર્ડર કરવાની હોય, તો ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ નામ જ તેમના મનમાં ઝબકતું. અને જીભ પર સ્વીટ, સોફ્ટ અને ડિલિસિયસ સ્વાદ સળવળી ઊઠતો!

1975થી ‘ડેઝર્ટ ડિલાઇટ્સ’ બેકરીનો આ બિઝનેસ ત્રણ પેઢી સુધી ચાલ્યો આવ્યો હતો; અને તે ઉત્તરોત્તર વધી રહ્યો હતો. સાઠ વર્ષીય માલિક જસવંત જૈસવાલે છેલ્લા વીસ વર્ષમાં બેતાળીસથી વધુ પૈસાના ઝાડ—મતલબ, ફ્રેન્ચાઇસ દેશના વિવિધ શહેરોમાં ખોલી દીધી હતી. બેકરીનો બિઝનેસ ધમધોકાર દોડતો અને રૂપિયા ધોધમાર વરસાવતો. ફક્ત મુંબઈની ત્રણ બેકરી શૉપના કેશની ગણતરી અને મેનેજમેન્ટ કાંદિવલીમાં આવેલી બે મંજિલા ‘લક્ષ્મી વિલાસ’ ઑફિસમાં થતું.

આ જ ઑફિસની બહાર રાત પાળીની ડ્યુટી કરતો ચોકીદાર, રઘુનંદન ઉર્ફ રઘુ છેલ્લા અગિયાર મહિનાથી નોકરી પર જોડાયો હતો. ઑફિસના જનરલ મેનેજર વિજય નારાયણે તેને નોકરી આપેલી. રઘુ પહેલા ક્યાં નોકરી કરતો એની હિસ્ટ્રી વિશે કોઈને કશી ખબર નહોતી. શરૂઆતમાં તો તે નિયમસર રાત્રે નવના ટકોરે યુનિફોર્મ અને બંદૂક સહિત ડ્યૂટી પર તૈનાત થઈ જતો. પણ છેલ્લા બે મહિનાથી શિયાળો શરૂ થયો હતો ત્યારથી તેની અંદર કેટલીક વિકૃતિઓ આળસ મરડીને ઉઠી હતી. –

ક્યારેક તે દારૂ ઢીંચીને તો ક્યારેક ઑફિસના વાઇફાય પર મોબાઇલમાં અશ્લીલ વિડીયો જોઈને સમય કાઢતો. જોકે, પંદરેક દિવસ પહેલા જ તે રંગે હાથે પકડાયેલો જ્યારે જનરલ મેનેજર વિજય નારાયણ રાત્રે 12 વાગ્યે કશુંક લેવા ત્યાં આવી ધમકેલાં. રઘુને વિકૃતરસમાં મગ્ન જોઈ તેમણે તેને સખત ધમકાવી નાંખેલો અને છેલ્લી વોર્નિંગ આપતા કહેલું : “આજ પછી ક્યારેય ડ્યૂટી પર આવા વિડીયો જોતાં પકડાયો છે તો કાઢી મુકીશ, હરામખોર!” – અને એ રાતથી જ તેમણે ઑફિસનું વાઇફાય ઑફિસ બંધ થતાં જ બંધ કરી દેવાનો નિયમ બનાવી નાંખેલો.

પણ ક્યારેય કૂતરાની પૂંછડી સીધી થઈ છે? છેલ્લા બે અઠવાડિયાથી ઑફિસનું વાઇફાય બંધ રહેવા લાગ્યું, એટલે રઘુ લગભગ રોજ રાત્રે ગરમ શાલની અંદર દારૂની બાટલી લઈને જ નાઈટ ડ્યૂટી પર આવવા લાગ્યો. 12 વાગ્યા સુધી તો તે પૂરી વફાદારીથી કમ્પાઉન્ડના મુખ્ય ગેટ પાસે મૂકેલી ખુરશીમાં બેસી ડ્યૂટી કરતો. ઠંડી વધુ ઘેરાય ત્યારે તે મુખ્ય ગેટની જમણી બાજુ એક નાની કેબિન હતી તેમાં ભરાઈ જતો.

જોકે, 8 અને 9 ડિસેમ્બરની રાત્રે ખાસ ઠંડ નહોતી, એટલે રઘુ ઑફિસના મુખ્ય ગેટની પાસે જ ખુરશીમાં બે ટાંટિયા વાળીને ગોઠવાયો; અને દારૂની બોટલ ખોલીને ધીરે ધીરે નશામાં ડૂબવા લાગ્યો. સવારના 5 વાગ્યા સુધી તે ખુરશીમાં જ ઘસઘસાટ ઊંઘતો રહ્યો. નોકરી પ્રત્યે તેની આ રોજની બેઈમાની આજે તેને કેટલી ભારે પડવાની હતી તેનો તેને જરાય અંદાજો પણ નહોતો. અચાનક રૉલ કરેલું છાપું સન્ન…સન્ન… કરતું તેના ઉઘાડા મોં પર અફડાયું! ઘસઘસાટ ઊંઘતો રઘુ એવો ભડકી ઉઠ્યો કે ખુરશીમાંથી ઊછળી ભોંય પટકાયો. ખોળામાં મૂકેલી બાટલી પણ ભોંય પડતા જ ફૂટી ગઈ. “જાગતે રહો!” ફેરિયાવાળો ખડખડાટ હસીને સાયકલ લઈ નાઠો. રઘુએ ગેટની જાળીમાંથી તેને ભાગતો જોઈ મનોમન બે શ્લોક સંભળાવ્યા.

રઘુ પેન્ટ પરથી ધૂળ ખંખેરીને ઊભો થયો. મનમાં રોષ ઘૂંટીને ફૂટેલી બાટલીના કાચ ખૂણામાં એકઠા કર્યા. આડી પડેલી ખુરશી ઊભી કરીને એમાં શાલ મૂકી. તેણે કાંડા ઘડિયાળમાં જોયું. પોણા 6 વાગ્યા હતા. તે ગાર્ડનના એક ખૂણામાં મૂકેલા નળ પાસે ગયો. ઉભડક બેસીને મોં ધોયું. રૂમાલથી મોં લૂછીને પાણી પીવા તે ગ્રાઉન્ડ ફ્લોરની ઓસરી તરફ આગળ વધ્યો. રૂમાલ ખભે નાંખીને ત્યાં મૂકેલા નળવાળા માટલાં પાસે આવ્યો. બાજુમાં મૂકેલો ગ્લાસ લેતા જ અચાનક તેની નજર અડધા ખુલ્લા ગ્રીલવાળા દરવાજા પર પડી. ગ્રીલવાળો દરવાજો ખુલ્લો જોઈને ભયની હળવી કંપારી તેની કરોડરજ્જુમાંથી પસાર થઈ ગઈ. ‘કોણે ખોલ્યો હશે?’ આ પ્રશ્નની સાથે અનેક અમંગળ કલ્પનાઓ તેની આંખો આગળ દોડી ગઈ. –

પાણી પીવાનું પડતું મુકીને તે તરત ગ્રીલવાળા દરવાજા પાસે ગયો. ગ્રીલવાળો દરવાજો ખોલીને મુખ્ય દરવાજાનું તાળું જોયું. તાળું હાથમાં પકડીને ખેંચ્યું. તાળું તૂટેલું નહોતું એ જોઈ હૈયે જરાક રાહત વળી. અચાનક કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ કોઈકે ખોલ્યો હોય તેવો અવાજ સંભળાયો. રઘુનો જીવ ફરીથી ફફડી ઉઠ્યો. તેણે બે ડગલાં પાછળ ભરીને દહેશત ભરી નજર કમ્પાઉન્ડના મુખ્ય ગેટ પર ફેંકી. એક કૂતરું સહેજ ખુલ્લો દરવાજો મોંથી હડસેલીને અંદર પ્રવેશી રહ્યું હતું. તેણે તરત કૂતરાને હડધૂત કર્યું અને મુખ્ય દ્વાર પાસે દોડ્યો. ત્યાં જઈને જોયું તો દરવાજાનું તાળુ ખુલ્લુ લટકતું હતું. ‘રાતે તો મેં પોતે તાળું મારેલું! તો આ ખોલ્યું કોણે?’ આ પ્રશ્નોની સાથે ભયની વીજળી તેની ઉપર ત્રાટકી! અમંગળ કલ્પનાઓની આંધી તેના મનમાં ઊઠવા લાગી.

“બે@$#! માર્યા ઠાર!” તે બંને હાથ માથા પર મૂકી ત્યાં જ ઉભડક બેસી પડ્યો. પોતે નાઇટ ડ્યુટી બજાવવાને બદલે ઢીંચીને ઊંઘી ગયો એ માટે તેને સખત અફસોસ થયો. અચાનક એક શક્યતા તેના મનમાં સ્ફૂરી : ‘હા! કદાચ નારાયણસર રાત્રે કોઈ અર્જન્ટ કામ માટે આવ્યા હશે. પંદરેક દિવસ પહેલા તે બારેક વાગ્યે જ આવ્યા હતા ને!’ તેણે ખુદને ઠાલું સાંત્વન આપ્યું. ‘પણ.., પણ જો આવ્યા હોય, તો મને ઊંઘતો જોઈ એકાદ ધોલ મારી જગાડ્યો હોત. બરાબરનો તતડાવ્યો હોત. મને ઊંઘતો રાખી તે થોડા ઉપર જાય?’ તેણે ખુદ પર ગુસ્સે થઈ કપાળ કૂટ્યું : ‘રઘુડા! દારૂના ઘૂંટ મારવાની કુટેવ આજે ભારે ના પડે તો સારું છે!’ તેણે ભયગ્રસ્ત બની મનમાં આશા સેવી. ઊભા થઈ તેણે તાબડતોબ ગજવામાંથી મોબાઈલ કાઢ્યો. અને સૌથી પહેલા તેણે ઑફિસના અકાઉન્ટન્ટ, આનંદ મહેતાને કૉલ કર્યો.

જેમ જેમ રિંગ વાગતી રહી તેમ તેમ રઘુની હાલત બગડવા લાગી.

the person you are calling is not answering, please call again later –

રઘુનો જીવ તાળવે ચોંટી ગયો. તેણે બીજા માળે આનંદ મહેતાના કેબિનની ગ્રીલ કરેલી બારી તરફ અદ્ધર જોયું. તે તરત ત્યાં દોડ્યો : “આનંદ સર! ઓ આનંદ સર!” – તેણે ગળું ફાડી પાંચ-છ વાર જોરથી બૂમો મારી. –

પણ કોઈ જવાબ નહીં.

રઘુએ ફરીથી મોબાઈલમાં એમને રિંગ મારી અને ગળું ફાડીને પૂરા જોરથી બૂમો પાડી. ફરીથી કોઈ જવાબ ન મળતા રઘુના મનમાં આશંકાઓના વાદળો ઘેરાવા માંડ્યા. તેણે તરત ઑફિસના જનરલ મેનેજર વિજય નારાયણને કૉલ કર્યો. સાતમી રિંગે કૉલ ઉપડ્યો.

“હા રઘુ.” બીજા છેડાથી ઊંઘરેટો અવાજ સંભળાયો.

“નારાયણસર,” તેણે ભયગ્રસ્ત અવાજે કપાળેથી પરસેવો લૂછ્યો, “તમે ઑફિસમાં છો કે શું?”

“અરે રઘુ! સવારના 6 વાગ્યા છે.” બીજા છેડેથી બગાસું ખાવાનો અવાજ આવ્યો, “હજુ હમણાં ઉઠ્યો છું.”

“નારાયણસર, તમે ઘરે છો, તો ઑફિસમાં કોણ છે?” તેણે દહેશતથી પૂછ્યું.

“આનંદભાઈ હશે. બીજું કોણ હોય?”

“સર, બહાર કમ્પાઉન્ડનો દ—દરવાજો ખુલ્લો છે.” બોલતા તેની જીભ અચકાઈ, “અને ઑફિસનો ગ—ગ્રિલવાળો દરવાજો પણ ખુલ્લો છે.”

“મોડી રાત્રે કોઈ આવ્યું હતું કે શું?” બીજા છેડે તાજ્જુબીથી પૂછાયું.

“જ્યારથી હું ડ્યૂટી પર હતો ત્યારથી લઈને અત્યાર સુધી તો કોઈ આવ્યું નથી.” રઘુ જરાય અચકાયા વિના સિફતથી જૂઠ બોલ્યો, “અને રાત્રે મેં પોતે આનંદસર પાસેથી ચાવીનો સેટ લીધો હતો અને બંને દરવાજે મેં પોતે જ તાળાં માર્યા હતા. ઑફિસના ગ્રીલવાળા દરવાજાની પાછળના મુખ્ય દરવાજાનું તાળું બંધ છે, પણ બહાર કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાનું તાળું કુંડી પર લટકે છે.”

“તું અંદર જઈને દેખ બધું ઠીક તો છે ને?”

“કેવી રીતે દેખું સર? ચાવીનો સેટ તો રાત્રે જ મેં આનંદસરને દોરીએ બાંધી એમને પાછો આપી દીધેલો.”

“બૂમ પાડી જોઈ?”

“હા સર. પણ કોઈ જવાબ નથી આપતા.” રઘુએ દહેશતથી કહ્યું, “સર. મને લાગે છે અંદર કશુંક થયું છે. તમે તાત્કાલિક ચાવીઓ લઈને આવો.”

“હું હમણાં જ ત્યાં આવું છું.”

બીજા છેડાથી કૉલ કટ થયો. રઘુએ તરત ફૂટેલી બાટલીના કાચ એક હથેળીમાં લીધા અને ગેટની બહાર નીકળ્યો. થોડેક દૂર મ્યુનિસિપાલટીના વાદળી રંગના ડબ્બામાં કાચ ઠાલવીને તરત દોડતો પાછો આવ્યો.

*

સમય – 6:30 A.M.

પંદર મિનિટમાં વિજય નારાયણ બાઇક લઈને ઓફિસે પહોંચ્યા. ચાવીનો સેટ ગજવામાંથી કાઢીને ઉતાવળા ડગલે ઑફિસનો દરવાજો ખોલવા તે આગળ વધ્યા.

ગભરાયેલો રઘુ તેમના મુખભાવ નોંધતો તેમની પાસે આવ્યો.

“સાલા હરામખોર,” વિજયે પહેલા તો એક અડબોત તેના માથે મારી, “આ તાળું તૂટ્યું ત્યારે તું કરતો હતો શું?”

“સર, ઠંડી બહુ હતી એટલે—” લાચાર ચહેરે તેણે અંગુઠો મોં પાસે લાવ્યો, “બેએક ઘૂંટ—”

વિજય નારાયણે દાઢ ભીંસીને એક તમાચો મારવા હાથ ઉઠાવ્યો પણ માર્યો નહીં, “જો અંદર કંઈક થયું હશે તો તારું આવી બન્યું સમજજે!”

ડરેલી મીંદડીની જેમ રઘુએ નજર નીચી કરી લીધી. કંઈ બોલ્યા વિના તે વિજયની પાછળ પાછળ મુખ્ય દરવાજે આવ્યો.

વિજયે ઑફિસના મુખ્ય ગેટનું તાળું ખેંચ્યું. તાળું લોક હતું. ચાવીના સેટમાંથી લૉકની ચાવી શોધીને કી-હૉલ આગળ લાવી. અચાનક તેના અંતરાત્માએ તાળું ખોલવાની સાફ ના પાડી. ચાવી પકડેલો હાથ થંભી ગયો… તેણે ત્રાંસી આંખે રઘુ તરફ નજર કરી અને પછી દરવાજો ખટખટાવીને બૂમ પાડી, “આનંદભાઈ?”

પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.

“આમ તો આનંદસર રોજ સવારે 6 વાગ્યે ઉઠી જતાં.” રઘુએ અજંપીત અવાજમાં કહ્યું, “અને પેલી ગ્રીલવાળી બારી ખોલીને મને બૂમ પાડી ચાવી આપતા.”

વિજયે કાંડા ઘડિયાળમાં જોયું. 6:40 થઈ હતી. તેમણે મોબાઈલ હાથમાં લઈને આનંદ મહેતાને કૉલ લગાવ્યો.

“મેં નંબર ડાયલ કર્યો હતો.” રઘુએ કપાળેથી પરસેવો લૂછ્યો, “રિંગ જાય છે, પણ કૉલ ઉઠાવતા નથી.”

પૂરી રિંગ વાગ્યા બાદ વિજયે કૉલ કટ કર્યો. તેમણે રઘુ સામે શકભરી નિગાહથી જોઈને માથું નકારમાં ધૂણાવ્યું, “મને ગંધ આવી રહી છે કે નક્કી કંઈક ખોટું થયું છે.”

રઘુએ આંખના ખૂણેથી એક વાર એમની સામે અજીબ નજરે જોઈને ઢીલા અવાજમાં પૂછ્યું, “ચોરી થઈ હશે, સર?”

“બીજું શું થાય?” વિજયે દાઢ ભીંસીને તેની સામે જોયું અને મોબાઈલ હાથમાં લીધો, “પૉલીસને જાણ કરવી પડશે.”

હવે રઘુના પરસેવા છૂટવા માંડ્યા. હ્રદય-ધડકનો કાનમાં સંભળાય તેટલી તેજ થવા લાગી. આંખ આગળ બધુ ભમવા લાગ્યું.

વિજયે 100 નંબર ડાયલ કર્યો. બીજા છેડે કૉલ ઉઠતાં જ પોતાના મનનો શક તેમને જણાવ્યો. ‘લક્ષ્મી વિલાસ’નું લોકેશન તેમને જણાવીને તાત્કાલિક તપાસ માટે આવી પહોંચવા વિનંતી કરી.

સમય – 7:00 A.M.

કૉલ કટ કર્યાના અડધો કલાકમાં જ પૉલીસની ગાડી ‘લક્ષ્મી વિલાસ’ના મુખ્ય ગેટમાં પ્રવેશી. ખાખી વર્દીમાં PSI (Police Sub-Inspector) કૌશિક દેશપાંડે, ASI (Assistance Sub-Inspector) આંચલ આપ્ટે અને બે કોન્સ્ટેબલ્સ સફેદ ઇનોવામાંથી બહાર ઉતર્યા.

ખાખી વર્દી જોઈને વિજય નારાયણ અને રઘુનંદનની હાલત વધુ બગડવા લાગી, પરંતુ હાવભાવ અને બોડી લેંગ્વેજ પરથી એ કળાવા ન દીધું. રઘુના પગ તો જાણે ધાતુથી જાડાઈને જમીનમાં ઉતરી ગયા હતા. વિજય ઉપલા હોઠ પરથી પસીનો પોંછીને તરત તેમની પાસે પહોંચ્યો,

“સર, હું વિજય નારાયણ. ઑફિસનો જનરલ મેનેજર.” તેણે પરિચય આપ્યો, “મેં જ તમને કૉલ કર્યો હતો. અમારા અકાઉન્ટન્ટ આનંદ મહેતા ઉપર એમના કેબિનમાં છે. અમે દરવાજો ખખડાવ્યો, ઘણી બૂમો પાડી, ફોન કર્યા, પણ તે કોઈ જવાબ જ નથી આપતા.”

“હા સર, 6 વાગ્યે તો તે ન—નિયમિત ઊઠી જતાં હોય છે.” રઘુએ દહેશતથી લથડાતી જબાન હલાવીને વચ્ચે માહિતી ઉમેરી.

“તમે અંદર જઈને જોયું નહીં?” PSI દેશપાંડેએ બંનેની સામે વારાફરથી ધ્યાનપૂર્વક જોઈને પૂછ્યું. “ચાવી નથી?”

“છે સર. એક સેટ આનંદભાઈ પોતાની પાસે જ રાખે છે. અને ડુપ્લિકેટ ચાવીઓનો સેટ હું સાથે લઈને આવ્યો છું.” વિજયે ચાવીઓનો સેટ બતાવ્યો ત્યારે તેમના ચહેરા પર અજીબ ગભરાહટની લકીરો વધી, “મને સ્ટ્રોંગ ડાઉટ જતો હતો, સર, એટલે મને અંદર જવું યોગ્ય ન લાગ્યું.”

દેશપાંડેએ ચાવીઓનો સેટ લઈને મુખ્ય દરવાજાનું તાળું અને ઇન્ટરલોક ખોલ્યું. તેમણે દરવાજાને હડસેલો મારીને ધકેલ્યું. તેમના અંદર ગયા બાદ બધા અંદર પ્રવેશ્યા. હૉલરૂમમાં તમામ ચીજવસ્તુઓ તેમની જગ્યાએ જ હતી.

“સર, આનંદભાઈનો રૂમ ઉપર છે.” વિજયે ઉપરના માળે જતાં દાદરાઓ તરફ ઇશારો કર્યો.

“તમારા અકાઉન્ટન્ટ આનંદ મહેતા અહીં જ રહે છે?” ASI આપ્ટેએ આશ્ચર્યથી પૂછ્યું.

“જી મેડમ. એમના પગે ફ્રેક્ચર છે એટલે અમારા શેઠ, જસવંત જૈસવાલે તેમને ઉપર એક પર્સનલ રૂમ આપી દીધો છે.”

બંને પૉલીસ ઑફિસરની સાથે વિજય અને રઘુ પણ દાદરા ચઢીને ઉપર ગયા. કોરીડોરમાં પ્રવેશીને વિજયે ‘આનંદ મહેતા’ નામ પ્લેટ લખેલા દરવાજા તરફ આંગળી ચીંધી. આનંદ મહેતાના રૂમનો દરવાજો અડધો ખુલ્લો જોઈને તેને અજીબ લાગણી થઈ.

બંને પૉલીસ ઑફિસર્સનાં પગલાં ધીરેથી એ દરવાજાની નજીક આવ્યા. દેશપાંડેએ દરવાજો સહેજ હડસેલ્યો. ત્યાં ઉભેલા સૌની નજર અંદર ફર્શ પર પડતાં જ છાતીમાં ઊંડી ફાળ પડી! ભયથી આંખોના ડોળા અને મોં પહોળા પડી ગયા…

* * * * *

Featured
Posted in Gujarati, My Books

Locked-room Murder Mystery – Gujarati Thriller Novella | E-book

પુસ્તક વિશે

શિયાળાની એક રાત્રે મુંબઈની ‘લક્ષ્મી વિલાસ’ ઑફિસમાં ચોરી અને મર્ડર થાય છે. એકદમ રહસ્યમય અને ફિલ્મી અંદાજમાં… ગુનેગાર પોતાના શાતિર દિમાગથી પ્લાનને એટલી બખૂબી રીતે અંજામ આપે છે કે પોતે કેવી રીતે અંદર પ્રવેશ્યો અને નીકળ્યો તે અંગે કોઈ ક્લૂ (સુરાગ) પણ છોડતો નથી…

ગુનેગાર કોણ છે અને કેવી રીતે તેણે આટલી સફાઈથી પ્લાનને અંજામ આપ્યો? આ જાણવા મુંબઈ પોલીસ હવામાં હાથ-પગ મારે છે, પણ કોઈ નક્કર ક્લૂ કે સબૂત હાથ લાગતાં નથી. આ કેસનું ‘રહસ્ય’ ડુંગળીના પડળોની જેમ ધીરે ધીરે અવનવા રંગો સાથે ખુલશે… તમારી ઉત્તેજના અને અધીરાઈ પ્રત્યેક પેજ સાથે બેવડાશે… રહસ્ય વધુ ઘટ્ટ ઘૂંટાશે…

તમારી સમક્ષ આ ‘Locked-room Murder Mystery’ લઘુનૉવેલ પઝલ અને ક્લૂ સાથે રજૂ કરવામાં આવી છે; અને એનો અંત ડ્રામેટિક અંદાજમાં પર્દાફાશ કરવામાં આવે તે પહેલાં તમને આ ‘Murder Mystery’ ઉકેલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

તો તૈયાર થઈ જાવ એક ‘Thrilling’ અને ‘Suspenseful’ લઘુનૉવેલની ‘Roller-coaster ride’ માણવા…

Featured
Posted in Gujarati, My Books, Non-fiction, Uncategorized

🔥મોડર્ન ડ્રગ : પોર્નોગ્રાફી વિષય પરનું પ્રથમ ગુજરાતી પુસ્તક | વાંચકોના ઉમળકાભેર વખાણ 🔥 | 20% DISCOUNT & FREE HOME DELIVERY

Your book is so much inspiring..!!

I read your book titled ‘Modern Drug’ a month ago and from then I stopped watching porn. I didn’t know that porn is fantasy until I read your book. I get real knowledge about porn and porn industry so I stopped watching porn.

It is nice book and perfect for ‘teen’ like me to get real information about this porn addition. I also told my friend to read this book.

 – Urmil P.

(17 year old boy)

~

A must read book for people of all ages… Path breaking one!

­­­– Dr. Shirish Kashikar

(Director of media institute NIMCJ, Ahemdabad)

~

નમસ્કાર, હમણાં જ તમારું પુસ્તક “મોર્ડન ડ્રગ” વાંચ્યું. સૌપ્રથમ તો એક સલામ છે તમને, કેમકે લોકો જેને ખૂબ જ સેન્સિટિવ ગણે છે એવા પોર્ન વિષય ઉપર તમે પ્રકાશ પાડ્યો છે. આજના સમયમાં પોર્નનું દુષણ જે રીતે ફેલાઈ રહ્યું છે અને એનાથી સમાજમાં તથા વ્યક્તિની પર્સનલ લાઈફમાં કેટલા પ્રોબ્લેમ્સ આવે છે એ બધાનું તમે ખૂબ જ સરસ રીતે આલેખન કર્યું છે. તમારું પુસ્તક ખરેખર એક મજબુત પગલું છે, ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ પુસ્તક એક ક્રાંતિકારી પગલું જ કહી શકાય. આખા પુસ્તકમાં તમે ખૂબ જ શ્રેષ્ઠ કામ કરેલું છે. તમે પોર્નને લગતા લગભગ તમામ પાસા આ પુસ્તકમાં વણી લીધા છે. મેં મારા મિત્રોને પણ તમારું પુસ્તક વાંચવા ભલામણ કરી છે. પોર્નનું દુષણ ઓછું કરવામાં તમારો આ ભગીરથ પ્રયાસ અત્યંત સફળ થાય એવી શુભેચ્છાઓ. લખતાં રહેજો…

– તમારા પુસ્તકોનો વાચક, સાગર.

~

રાઇટિંગ કેરિયરનું પહેલું જ પુસ્તક આટલું જબરદસ્ત! કમાલ છે ભાઈ. ખૂબ જ સરસ પુસ્તક લખ્યું છે. તમારું પુસ્તક જ્યારથી હાથમાં લીધું છે ત્યારથી—ડોડ મહિનાથી મેં પોર્ન જોવાનું છોડી દીધું છે. હવે હું ક્યારેય પોર્ન નહીં જોઉં…

– પૃથ્વીરાજ

~

આ પુસ્તક વાંચતાં એવું નથી લાગતું કે આ તમારું પહેલું પુસ્તક છે. લેખનશૈલી એકદમ તરલ છે, શીરા જેવી. તમે જે કહેવા માંગો છો એ સીધું જ ગળા નીચે ઉતરી જાય છે… આ પુસ્તક લખવા તમે જે મહેનત અને સંશોધન કર્યું છે તે ખરેખર કાબિલે-તારીફ છે! મને વિશ્વાસ છે કે આ પુસ્તક વાંચીને એક જણ નહીં, પણ અગણિત લોકોને પોર્ન-મુક્ત થવા આ પુસ્તકમાંથી પ્રેરણા મળશે અને ‘સારા અને સાચા’ માર્ગે વળવા, ‘સુધરવા’ ખરા હ્રદયથી કોશિશ કરશે.

– મહેશ જોશી

~

આ પુસ્તકનો વિષય તથા તેની રજૂઆત બંને રસપ્રદ છે, એટલે સ્વાભાવિક રીતે જ વાંચકોને ખૂબ ગમશે. પાર્થભાઈ, આ પુસ્તક લખીને તમે ગુજરાતી ભાષામાં એક સરસ યોગદાન કરી રહ્યા છો. યુવાનો માટે તમારું પુસ્તક દિશાસૂચક બની રહેશે.

– રોહિત શાહ

ગુર્જર ગ્રંથરત્નાલયના એડિટર

~

છેલ્લા 28 વર્ષના સમયગાળામાં મેં કોઈ પુસ્તક એકીબેઠકે—રાતભર જાગીને વાંચ્યું નથી, પણ “મોડર્ન ડ્રગ” પુસ્તકે મને મજબૂર કરી મૂક્યો. સવારે સાડા 5 વાગ્યા સુધી હું આખું પુસ્તક વાંચી ગયો. અદ્ભુત પુસ્તક! દરેક વ્યક્તિએ આ પુસ્તક અચૂક વાંચવું જ જોઈએ… ભાઈ પાર્થ, તે ગજબનું પુસ્તક લખ્યું છે! તને ખૂબ ખૂબ અભિનંદન…

– પ્રિતમ લખલાણી from USA

(ગઝલકાર)

~

Amazing! પડદા પાછળ રહેલ વિષયની ખુલ્લી ચર્ચા કરતું આ પુસ્તક આજની પેઢી માટે એક એવા માઇલસ્ટોન જેવુ છે, જે પોર્નોગ્રાફી વિશે લોકોના છીછરા વિચારોને અંદરથી દૂર કરી એક તંદુરસ્ત સમજયુક્ત જીવન તરફ દોરે છે. દરેક ટીનેજરના માતપિતાએ આ પુસ્તક વાંચીને તેમના બાળકોને પણ વંચાવવું જોઈએ તેવો મારો અંગત અભિપ્રાય છે. આ વિષયની સચ્ચાઈ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોકો સામે રસપ્રદ રીતે રજૂ કરવા લેખકને ખૂબ ખૂબ અભિનંદન!

– કિરણબેન

~

જેવી રીતે ઉધઈ બહાર નથી દેખાતી, પરંતુ લાકડાની અંદર રહી મજબૂત લાકડાને પણ કોતરી ખાય છે. તેવી રીતે પોર્નોગ્રાફી વિશે ભલે કોઈ ચર્ચા નથી થતી, પરંતુ પોર્નોગ્રાફી આજની યુવા પેઢીના મનોમસ્તિષ્કને ઉધઈની જેમ કોતરી રહી છે. પોર્નોગ્રાફીની ગંભીરતા પર લખાયેલું ભારતનું પ્રથમ પુસ્તક ‘મોર્ડન ડ્રગ’ એક સફળ પુસ્તક છે. જીવનમાં પરિવર્તન લાવવા ઇચ્છતા યુવાનોએ આ પુસ્તક ચોક્કસ વાંચવું જોઈએ…

– હર્ષદ ચૌહાણ

*****

શું તમે પોર્ન જુઓ છો?

શું તમને પોર્ન જોવાનું “વ્યસન” છે એવો વિચાર કે અહેસાસ ક્યારેક મનમાં જાગે છે?

શું તમને ખબર છે પોર્ન એ “ડ્રગ” જેવુ જ એક આધુનિક વ્યસન છે?

પોર્ન તમારા મસ્તિસ્ક અને સેક્સ્યુઅલ ક્ષમતાને કેવી રીતે નિષ્ક્રિયતાની દિશામાં ધકેલી રહ્યું છે એ વિશે શું તમે જાણો છો?

જો તમે એમ માનતા હોવ કે, પોર્ન જોવું એ બિનહાનિકારક મનોરંજન છે–તો તમે એક મોટા ભ્રમમાં જીવી રહ્યા છો, મિત્રો!

જી હા, પોર્ન એ એક એડિક્શન છે–ડ્રગ્સ જેવુ જ–અને આ વાત અનેક વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસો દ્વારા સાબિત થઈ ચૂકી છે!

જો તમે પોર્ન જોવા ટેવાયેલા હોવ તો આ એડિક્શનમાંથી છૂટવા “મોડર્ન ડ્રગ” નામનું ગુજરાતી પુસ્તક અચૂક વાંચજો…

આ પુસ્તક તમને પોર્નોગ્રાફીની વિશેની નગ્ન વાસ્તવિકતા એકદમ સરળ ભાષામાં સમજાવશે અને એમાંથી મુક્ત થવાના અસરકારક પગલાંઓ પણ જણાવશે…

આ પુસ્તક આજના નવયુવાનો માટે ટોર્ચ અને ગાઈડ સાબિત થશે… (જોકે, જે કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોર્ન એડિક્ટ હોય તે તમામની માટે આ પુસ્તક ઉપયોગી અને અગત્યનું છે જ છે…)

મિત્રો, હું તમને વિશ્વાસપૂર્ણ ખાતરી આપું છે કે, “મોડર્ન ડ્રગ” પુસ્તક તમારા જીવન અને સંબંધમાં એક એવી વેલ્યૂ ઉમેરશે, જેના પર તમને ગર્વ થશે… તમને એવું થશે કે, આ પુસ્તક તો મારે વહેલા વાંચવું જોઈતું હતું…!

તો આજે જ “મોડર્ન ડ્રગ” પુસ્તક વસાવો. તમારા માટે, યુવાન બાળકો માટે, લગ્નજીવનમાં સંલગ્ન થવા જઈ રહેલા અથવા થઈ ચૂકેલા યુવાન કપલ્સ માટે અને જીવનસાથી માટે…

અને હા, આ પુસ્તક હાર્ડકોપી તથા કિંડલ ઇ-બૂક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે!

Click here on the link:

Posted in Book Reviews, Gujarati, Gujarati Audiobook

માણસની કિંમત કેટલી? | પ્રેરણાત્મક વાર્તા | 108 Vartao

“जिंदगी संवारने को तो जिंदगी पड़ी है।
वो लम्हा संवार लो जहाँ जिंदगी खड़ी है।”

સ્ટીલની દુકાનમાં કામ કરતાં દીકરાએ તેના પિતાને પૂછ્યું, “પપ્પા, આ દુનિયામાં માણસની કિંમત શું છે?”

દીકરાનો આવો ગંભીર પ્રશ્ન સાંભળીને પિતાને નવાઈ લાગી. તેમણે કહ્યું, “બેટા, માણસની કિંમત નક્કી કરવી ખૂબ મુશ્કેલ છે. માણસની કિંમત અમૂલ્ય છે.”

“શું બધાં જ માણસો એકસરખા મૂલ્યવાન છે?”

“હા દીકરા.”

દીકરાને કંઈ સમજાયું નહીં. તેણે ફરીથી પૂછ્યું, “તો પછી આ દુનિયામાં કોઈ ગરીબ અને કોઈ અમીર કેમ છે? શા માટે કોઈને બીજા કરતાં ઓછું માન મળે છે?”

આ પ્રશ્ન સાંભળીને પિતા થોડીવાર મૌન રહ્યા અને પછી છોકરાને સ્ટોર રૂમમાં પડેલો સ્ટીલનો સળિયો લાવવા કહ્યું. સળિયો લઈને પિતાએ પૂછ્યું, “શું કિંમત હશે આની?”

“250 રૂપિયા.”

“જો હું આમાંથી નાની ખીલીઓ, ટાંકણીઓ બનાવું તો તેની કિંમત શું હશે?”

Posted in Gujarati, Gujarati Audiobook, My Books, Short Stories

છેલ્લું મકાન : પ્રેરણાત્મક વાર્તા : જો સફળ થવું હોય, તો…

“વૃત્તિ શ્રેષ્ઠ હોય, તો કોઈ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની!”

મકાન બાંધનાર એક કુશળ કારીગર તેના ઠેકેદારના હાથ નીચે વર્ષોથી કામ કરતો હતો. પણ હવે તેનામાં પહેલાં જેવી શક્તિ અને તંદુરસ્તી નહોતી રહી. તે વૃદ્ધ થઈ રહ્યો હતો. ઘણાં સમયથી એક વિચાર તેના મનમાં ઘૂમરી લેતો હતો કે: ‘હવે આ કામકાજ છોડીને નિવૃત્તિ લઈ લેવી જોઈએ. આખી જિંદગી મજૂરી કરી. હવેના આખરી દિવસો ગામમાં સહપરિવાર સાથે વિતાવવા છે.’

તેણે આ વિચાર એના ઠેકેદારને જણાવ્યો. ઠેકેદારે કારીગરની વાત સાંભળીને કહ્યું, “સારું ભાઈ. જેવી તારી ઇચ્છા. પણ બસ જતા જતા મને એક છેલ્લું મકાન બાંધી આપ. તારી આખી જિંદગીમાં તેં ના બનાવ્યું હોય એવું સુંદર મકાન મારે જોઈએ. કોઈ વાતની કચાશ ના રહેવી જોઈએ.” કારીગરને ઠેકેદારની ફરમાઈશ ના ગમી. એને હવે કામ કરવામાં કંટાળો આવવા લાગ્યો હતો, પણ તે એમને ‘ના’ ન પાડી શક્યો. એણે કમને કામ શરૂ કર્યું.

આગળની વાર્તા સાંભળવા નીચેના યુટ્યુબ વિડીયો પર ક્લિક કરો…

Posted in Gujarati, Gujarati Audiobook

સોક્રેટિસનું ત્રણ પ્રશ્નોનું ફિલ્ટર : Wisdom Story

“आप अपना पैसा बर्बाद करेंगे तो सिर्फ पैसे ही खोएगें। लेकिन अपना वक्त बर्बाद करेंगे तो आप अपने जीवन का अमूल्य हिस्सा भी खो देंगे।”

સોક્રેટિસ તેમના તત્ત્વજ્ઞાન અને વિનમ્રતા માટે ઘણાં મશહૂર હતા. એક વાર તે બજાર જઈ રહ્યા હતા ત્યારે તેમની એક પરિચિત વ્યક્તિ રસ્તામાં મળી. વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું, “તમને ખબર છે, ગઈકાલે તમારો પેલો મિત્ર તમારા વિશે શું કહી રહ્યો હતો? એ કહી રહ્યો હતો કે–”

“એક મિનિટ ભાઈ,” સોક્રેટિસે તરત તેને બોલતા અટકાવ્યો, “હું તમારી વાત જરૂર સાંભળીશ, પણ એ પહેલાં મારા ત્રણ નાના પ્રશ્નોના જવાબો આપો.”

“પૂછો પૂછો.”

“તમે મને જે વાત જણાવવા માંગો છો એ પૂર્ણત: સાચી છે?” સોક્રેટિસે પહેલો પ્રશ્ન પૂછ્યો.

પેલા વ્યક્તિએ થોડુંક વિચારીને કહ્યું, “ના. મેં તો કોઈકના પાસેથી સાંભળી છે.”

આગળની વાર્તા વાંચવા — નીચેના વિડીયો પર ક્લિક કરો…

Posted in Gujarati, My Books, Short Stories

‘108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ’નું પુસ્તક કેમ વાંચવું એના 5 કારણ અને ખાસિયતો

1). જો તમે આધ્યાત્મમાં રુચિ ધરાવતા હોવ કે જીવનમાં સફળતા હાંસલ કરવા ઇચ્છતા હોવ, તો તમારી માટે આ 108 વાર્તાઓ ‘Life Long Lesson’ બની રહેશે.

2). જીવનના વિવિધ આયામો પર પ્રકાશ પાડતી રસપ્રદ અને રોચક વાર્તાઓ આપનો વાંચનમાં રસ જગાડશે. મોટાભાગની વાર્તાઓ ફક્ત 2-3 પેજની છે. તરત વંચાઈ જાય એવી અને મન પ્રફુલ્લિત કરી મૂકે તેવી.

3). આ 108 વાર્તામાળા તમને વારંવાર વાંચવાનું મન થયા કરે તેવી તાજી અને આચરણમાં ઉતારવા યોગ્ય લાગશે.

4). ટોક્સિક સોશિયલ મીડિયાથી દૂર થવા અને ‘Healthy Habit’ અપનાવવા આ પુસ્તક તમારી મદદ કરશે.

5). દરેક વાર્તાની શરૂઆત વાર્તાને અનુરૂપ એક સુવર્ણ વાક્ય/golden statementથી શરૂ થશે અને વાર્તાના અંતે પણ આપના ચહેરા પર સ્મિત છોડી જાય એવા સુવર્ણ વાક્યથી વાર્તા પૂરી થશે.

આ વાંચ્યા પછી પણ જો આપ જીવનમાં પરિવર્તન લાવવા ઉત્સુક નથી, તો એક વાત યાદ રાખી લો. આખા જગતમાં ફક્ત એક જ વ્યક્તિ છે જે તમારું ભાગ્ય બદલી શકે છે; અને એ વ્યક્તિ છે તમે ખુદ…

તમારા સફળ, સમૃદ્ધ અને સુખમય જીવનના દ્વાર ઉઘાડવા અત્યારે જ આ પુસ્તક તમારી જાતને ભેટ કરો… આ બોધસભર અમૂલ્ય વાર્તાઓ આપની માટે પગદંડી અને દીવાદાંડી બનશે એવો મને અડગ વિશ્વાસ છે.

આ પુસ્તક તમારી વૈચારિક સમૃદ્ધિ માટે એક નાનું, પણ મૂલ્યવાન ઇન્વેસ્ટમેન્ટ બની રહેશે.