અકલ્પનીય સફર – આ એક સ્ત્રીની અંત:લાગણીઓ રજૂ કરતી સંવેદનશીલ અને રોમાંચક વાર્તા છે, જે એક સત્યઘટના પર આધારિત છે.
જિંદગી એક પરીક્ષા છે જ્યાં અભ્યાસક્રમ અજાણ છે અને પ્રશ્નપત્રો સેટ થયેલા નથી. કોઈ પણ ક્ષણે જિંદગી સંજોગો સ્વરૂપે આપણો સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લેતી હોય છે! – ભલે પછી તમે એ માટે તૈયાર હોવ કે ન હોવ… ખરું ને? જિંદગી વિચિત્ર સંજોગો સ્વરૂપે આવો જ કંઈક અકલ્પનીય વળાંક શેફાલીના જીવનમાં લાવી મૂકે છે—જેને તે જીવનભર ભૂલી શકતી નથી.
આ વાર્તા તમને જીવનની નગ્ન વાસ્તવિકતા સાથે પરિચય કરાવશે અને સંબંધોના બંધનોની ગાંઠ અમુક પ્રકારના સંજોગોમાં કેટલી મજબૂત, ઢીલી અથવા છૂટી પડી જતી હોય છે એ પણ બખૂબી દર્શાવશે…