Posted in Gujarati, Uncategorized

સ્ટારડમ : ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયાની થિલિંગ અને સસ્પેન્સ નવલકથા

પુસ્તક વિશે

સુશાંત સિંઘના કેસમાં થયેલા શૉકિંગ ખુલાસા પરથી એક વાત વધુ સ્પષ્ટ થઈ છે કે, મૉડેલિંગ અને ફિલ્મી દુનિયાનો પ્રોફેશન જેટલો ગ્લેમરસ દેખાય છે, એટલો છે નહીં…

જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયાની પણ બે બાજુઓ છે. 70mmના પડદા પરની કાલ્પનિક કહાની તો આપણે સૌ જોઈએ છીએ, પણ એ પડદા પાછળની વાસ્તવિકતા પૂરેપુરી જાણતા નથી…

Real life અને reel life—આ બંનેની વાસ્તવિકતાનો પર્દાફાશ કરતી કહાની એટલે — “સ્ટાર્ડમ”

આ રોમાંચક નવલકથા મૉડેલિંગ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું નગ્ન સત્ય પ્રકાશિત કરે છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો…

અક્ષિતા નામની એક 21 વર્ષીય ખૂબસૂરત યુવતી, જેના સ્વપ્નો તેની કલ્પના જેવા જ રંગીન અને વિશાળ છે. ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયા તરફ જતી તેની રોમાંચક જર્ની તેના જીવન, સંબંધ, પ્રેમ, મિત્રતા અને વ્યક્તિત્વમાં કેવો સખત બદલાવ લાવે છે તેની આ કથા છે… આંતરિક અને બાહ્ય સંઘર્ષો વચ્ચે ઝઝૂમતી આ એક બોલ્ડ નવલકથા છે.

1 November પર “સ્ટારડમ” નવલકથા એમેઝોન પર કિંડલ ઇ-બૂકના સ્વરૂપમાં પ્રકાશિત થવા જઈ રહી છે…

પહેલું એક અઠવાડિયું “સ્ટારડમ” નવલકથા ફક્ત 49 Rs/-માં ઉપલબ્ધ રહેશે…. ત્યાર બાદ તેની કિંમત 150 Rs/- થઈ જશે… (DON’T MISS TO BUY IT…!!)

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો….

Posted in Gujarati, My Books, Short Stories

ધી પરફેક્ટ બેંક રોબરી – પાર્થ ટોરોનીલ | True crime series (Story #2) | Novella

True crime seriesમાં આ બીજી ધમાકેદાર સત્યઘટના.

દિલદહેલાવી દેતી અને દિમાગ સુન્ન કરી નાંખતી આ હેરતંગેજ સત્યઘટના તમને પાને પાને જકડી રાખશે. ‘આગળ શું થશે? શું આવશે…’ની લાગણી અંત સુધી અકબંધ જળવાયેલી રહેશે.

આ સત્યઘટનામાં ક્રાઇમ, થ્રિલર, મિસ્ટ્રી અને સસ્પેન્સ સાથે લવ સ્ટોરીને દૂધમાં સાકર ઓગળી જાય તેવી રીતે ગૂંથી લીધી છે. દૂધમાં સાકર ન દેખાય છતાં ગળપણનો મીઠો સ્વાદ કરાવે તેમ આ વાર્તા ક્રાઇમ, થ્રિલર, મિસ્ટ્રી અને સસ્પેન્સથી છલોછલ હોવા છતાં ખૂબસૂરત લવસ્ટોરીનો અવિસ્મરણીય અહેસાસ કરાશે. મુખ્ય પાત્ર દિલજીત અને તેની પત્ની સુરભિ સાથેના સંવાદો તમારું હૈયું લાગણીભીનું કરી મૂકશે.

પુસ્તક એમેઝોન પર eBookમાં ઉપલબ્ધ થઈ ચૂક્યું છે. કિંમત 110 Rs. છે.

જોકે, કિંડલ અનલિમિટેડ (KU) સબ્સ્ક્રાઈબર બિલકુલ નિશુલ્ક ભાવે આ પુસ્તક વાંચવાનો લાભ ઉઠાવી શકે છે.

Posted in Gujarati, My Books, Short Stories

અકલ્પનીય સફર – સ્ત્રીની અંત:લાગણીઓ રજૂ કરતી સંવેદનશીલ અને રોમાંચક વાર્તા

Aklpniy Safar

અકલ્પનીય સફર – આ એક સ્ત્રીની અંત:લાગણીઓ રજૂ કરતી સંવેદનશીલ અને રોમાંચક વાર્તા છે, જે એક સત્યઘટના પર આધારિત છે.

જિંદગી એક પરીક્ષા છે જ્યાં અભ્યાસક્રમ અજાણ છે અને પ્રશ્નપત્રો સેટ થયેલા નથી. કોઈ પણ ક્ષણે જિંદગી સંજોગો સ્વરૂપે આપણો સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લેતી હોય છે! – ભલે પછી તમે એ માટે તૈયાર હોવ કે ન હોવ… ખરું ને? જિંદગી વિચિત્ર સંજોગો સ્વરૂપે આવો જ કંઈક અકલ્પનીય વળાંક શેફાલીના જીવનમાં લાવી મૂકે છે—જેને તે જીવનભર ભૂલી શકતી નથી.

આ વાર્તા તમને જીવનની નગ્ન વાસ્તવિકતા સાથે પરિચય કરાવશે અને સંબંધોના બંધનોની ગાંઠ અમુક પ્રકારના સંજોગોમાં કેટલી મજબૂત, ઢીલી અથવા છૂટી પડી જતી હોય છે એ પણ બખૂબી દર્શાવશે…

to read the story click here…