Posted in Gujarati

મહામારી કોરોનાના 21 દિવસ લોકડાઉનમાં કરવું શું? – ‘હમસે બાત કોરોના…’

આપણાં પ્રધાનમંત્રી મિસ્ટર મોદીજીએ 24 માર્ચથી ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરીને ખૂબ જ સરસ અને અગત્યનું પગલું ભર્યું છે.

જોકે, કોરોના પોઝિટિવ કેસના વધતાં આંકડાઓ જોઈને લાગી રહ્યું છે કે આ લોકડાઉનની ટાઈમફ્રેમ એક્સટેન્ડ—લાંબી ખેંચાય તેવી શક્યતાઓ પણ છે. એટલે આપણે ઘરમાં રહેવાની પૂરેપુરી માનસિક તૈયારી રાખવી પડશે.

આ મહામારીનો ઇલાજ તો હજુ સુધી આપણાં હાથમાં નથી આવ્યો, પરંતુ આ ફાજલ દિવસોમાં આપણે નવરાધુપ બેસીને સમય ‘કાઢવો’ કે તેનો ‘સદુપયોગ’ કરવો એ આપણાં હાથમાં ચોક્કસ છે.

નીચે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે:

  1. મહામારી કોરોનાના સમયમાં પરિવાર સાથે સમય વિતાવો. પપ્પા-મમ્મી અને દાદા-દાદી સાથે વાતો કરો. બાળકોને વાર્તાઓ કહો, રમત રમો… પોતાની જાત સાથે સમય વિતાવો…
  2. પત્નીને કે મમ્મીને રસોડામાં (કે ઘરકામમાં) નાની-મોટી મદદ કરાવો. (કમસેકમ શાક કે કચુંબર સમારી આપવું.)
  3. પુસ્તકોનું વાંચન કરો. (કિંડલ અનલિમિટેડના સબ્સ્ક્રાઇબર્સ માટે મારી FREE eBooks…)
  4. ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સારા મુવીઝ કે સીરિઝ જુઓ. (Voot એપ પર: ‘અસુર’ના આઠ એપિસોડ ખૂબ જ રસપ્રદ છે. કપિલ શર્માનો શો જુઓ. મૂડ ‘બૂસ્ટ અપ’ થઈ જશે!)
  5. શરીર સ્વસ્થ રાખવા કસરત કરો. યોગા કરો.
  6. ઘરે કામ કરવા આવતા કામવાળા માણસોને આર્થિક રીતે મદદ કરો. (પ્લીઝ તેમનો પગાર ન કાપો. તે પણ આપણાં જેવા જ મનુષ્યો છે. તેમને પણ આપણાં જેવી જ રોજીંદી જરૂરિયાતો હોય છે.) અને હા, શાક લેવા જાવ ત્યારે 5-25 રૂપિયા માટે ભાવતોલ ના કરો.
  7. કોઈ નવી સ્કિલ કે હોબી શીખો. (વર્ષોથી તમે જે ઈચ્છાઓને પોસ્ટપોઈન કરતાં આવ્યા હતા એ સમય હવે આવી ગયો છે. – યુટ્યુબ જોઈને ફોટોશોપનો કોર્સ કરો, ચેસ શીખો, કોઈ ટૂંકી વાર્તા લખો, ચિત્રકામ કરો, સ્કેચ બનાવો, કોરોના પર કવિતાઓ લખો…)

મિત્રો, જો ઘરમાં જ રહીશું, તો આ મહામારીનો સમય પણ વીતી જશે. પછી આપણે આ સમય વિશે વિચારીને હસીશું અને જરાક ભાવુક પણ બનીશું…

જતાં જતાં: અત્યાર સુધી ‘વાઇરસ’ અને ‘પોસ્ટ-એપોક્લેપ્સ’ મુવીઝ અને બુક્સ ફક્ત કાલ્પનિક વાર્તાઓ લાગતી હતી, હવે એની તરફનો નજરિયો ભવિષ્યમાં ‘Based on True Event’ પરથી રીલીઝ થનારી મુવીઝ અને બુક્સ માણતી વખતે કંઈક જુદો જ હશે. It’ll feel more realistic, thrilling and scary…