પોર્નોગ્રાફી—આજના સમયનું ‘મોડર્ન ડ્રગ’
મનુષ્યના શરીરનું સૌથી મોટું સેક્સ-ઓર્ગન કયું? ઉત્તેજના ક્યાંથી શરૂ થતી હોય છે? ઉત્તેજના બે પગ વચ્ચેથી નહીં, બલ્કે બે કાન વચ્ચેથી—બ્રેઇનમાંથી શરૂ થતી હોય છે.
તો શું પોર્ન જોવાથી બ્રેઇનને નુકસાન થઈ શકે? સેક્સ્યુઅલ ક્ષમતા ઘટી શકે? સેક્સજીવન ‘સ્પાઇસ અપ’ કરી શકાય? તરુણોના અતિસંવેદનશીલ બ્રેઇન પર કેવી અસર પડે? શું તેમનો કુદરતી સેક્સ્યુઅલ અભિગમ બદલાઈ શકે? પોર્ન-જોનારની માનસિકતા અને કલ્ચર પર તેનો કેવો પ્રભાવ પડે? – આવા તો અનેક દિલચસ્પ પ્રશ્નોના ખુલાસા તમે આ પુસ્તકમાં જાણશો.
સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લખાયેલું આ પુસ્તક ખરેખર દરેક નવયુવાનો અને માતપિતાએ અચૂક વાંચવું જોઈએ. તેમને જીવનમાં ચોક્કસ કંઈક નવું અને ઉપયોગી આપીને જશે.