આપણાં પ્રધાનમંત્રી મિસ્ટર મોદીજીએ 24 માર્ચથી ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરીને ખૂબ જ સરસ અને અગત્યનું પગલું ભર્યું છે.
જોકે, કોરોના પોઝિટિવ કેસના વધતાં આંકડાઓ જોઈને લાગી રહ્યું છે કે આ લોકડાઉનની ટાઈમફ્રેમ એક્સટેન્ડ—લાંબી ખેંચાય તેવી શક્યતાઓ પણ છે. એટલે આપણે ઘરમાં રહેવાની પૂરેપુરી માનસિક તૈયારી રાખવી પડશે.
આ મહામારીનો ઇલાજ તો હજુ સુધી આપણાં હાથમાં નથી આવ્યો, પરંતુ આ ફાજલ દિવસોમાં આપણે નવરાધુપ બેસીને સમય ‘કાઢવો’ કે તેનો ‘સદુપયોગ’ કરવો એ આપણાં હાથમાં ચોક્કસ છે.
નીચે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે:
- મહામારી કોરોનાના સમયમાં પરિવાર સાથે સમય વિતાવો. પપ્પા-મમ્મી અને દાદા-દાદી સાથે વાતો કરો. બાળકોને વાર્તાઓ કહો, રમત રમો… પોતાની જાત સાથે સમય વિતાવો…
- પત્નીને કે મમ્મીને રસોડામાં (કે ઘરકામમાં) નાની-મોટી મદદ કરાવો. (કમસેકમ શાક કે કચુંબર સમારી આપવું.)
- પુસ્તકોનું વાંચન કરો. (કિંડલ અનલિમિટેડના સબ્સ્ક્રાઇબર્સ માટે મારી FREE eBooks…)
- ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર સારા મુવીઝ કે સીરિઝ જુઓ. (Voot એપ પર: ‘અસુર’ના આઠ એપિસોડ ખૂબ જ રસપ્રદ છે. કપિલ શર્માનો શો જુઓ. મૂડ ‘બૂસ્ટ અપ’ થઈ જશે!)
- શરીર સ્વસ્થ રાખવા કસરત કરો. યોગા કરો.
- ઘરે કામ કરવા આવતા કામવાળા માણસોને આર્થિક રીતે મદદ કરો. (પ્લીઝ તેમનો પગાર ન કાપો. તે પણ આપણાં જેવા જ મનુષ્યો છે. તેમને પણ આપણાં જેવી જ રોજીંદી જરૂરિયાતો હોય છે.) અને હા, શાક લેવા જાવ ત્યારે 5-25 રૂપિયા માટે ભાવતોલ ના કરો.
- કોઈ નવી સ્કિલ કે હોબી શીખો. (વર્ષોથી તમે જે ઈચ્છાઓને પોસ્ટપોઈન કરતાં આવ્યા હતા એ સમય હવે આવી ગયો છે. – યુટ્યુબ જોઈને ફોટોશોપનો કોર્સ કરો, ચેસ શીખો, કોઈ ટૂંકી વાર્તા લખો, ચિત્રકામ કરો, સ્કેચ બનાવો, કોરોના પર કવિતાઓ લખો…)
મિત્રો, જો ઘરમાં જ રહીશું, તો આ મહામારીનો સમય પણ વીતી જશે. પછી આપણે આ સમય વિશે વિચારીને હસીશું અને જરાક ભાવુક પણ બનીશું…
જતાં જતાં: અત્યાર સુધી ‘વાઇરસ’ અને ‘પોસ્ટ-એપોક્લેપ્સ’ મુવીઝ અને બુક્સ ફક્ત કાલ્પનિક વાર્તાઓ લાગતી હતી, હવે એની તરફનો નજરિયો ભવિષ્યમાં ‘Based on True Event’ પરથી રીલીઝ થનારી મુવીઝ અને બુક્સ માણતી વખતે કંઈક જુદો જ હશે. It’ll feel more realistic, thrilling and scary…