Posted in Uncategorized

ધર્મી ના ઘેર ધાડ ?

ઘણા લોકો પાસેથી સાંભળવા મળતું હોય છે કે ; ભઈ, આતો કળિયુગ સ. જે બચારો હારુ કોમ કરતો હોય ઇનજ બળ્યું દુ:ખ આવતું હોય સ. અન જે માર્યોશો લૂંટવાના કાળા ગોરખ ધંધા કરતો હોય ઇનતો દુ:ખ આવતું જ નહિઁ. પ્રમાણિક્તાથી જીવતો હોય એ બચારો મોડ મોડ બે સેળા ભેગા કરતો હોય, ન પેલો માર્યોશો રાજાશાહીથી લીલાલેર કરતો હોય સ. બોલો હેડો અવ…! હું કેવું આ ઉપરવાળા નું…? શી ખર આ કળિયુગમો તો પ્રમાણિક્તા તો મરી પરવારી સ… ‘ધર્મી ના ઘેર ધાડ’ વાત કીધી સ એ કોય ખોટી સ…!?

આ વાતને સ્પષ્ટ કરવા જરા સમજણનો પ્રકાશ પાડીને કહું તો ;

વ્યક્તિએ ગમેતેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સત્યનો સાથ ક્યારેય છોડવાનો નહિઁ. ભલે દુનિયામાં લોકો ઉંધા ધંધા કરીને મબલક રૂપિયા ઉતારતા હોય. ભલે એ ખોટું કામ કરીનેય સુખી રહેતા હોય. એ વાત મનમાં ક્રિસ્ટલ ક્લિયર રાખવી. એ ગોરખ ધંધા કરીને કમાવનારો વ્યક્તિ અત્યારે ખાધે-પીધે પૈસેટકે લાખ ગણો તમારાથી સુખી ભલે હોય. પર્વતની ટોચ પર ઊભો રહી છાતી કાઢી રૂઆબાભેર ભલે ઊભો હોય. એ ઊભો છે મતલબ એના કર્મો ફૂલ જોરમાં ચાલે છે. બીજો વ્યક્તિ પૂરો પ્રમાણિક છે. રસ્તામાં બે હજારની નોટ મળશે તો એને ઉઠાઈ લેવા મન લોભીત નહીં થાય. પ્રમાણિકતાની સફેદ ધ્વજા સતત એની અંદર ફરકતી રહેશે. ભલે અત્યારે કદાચ દુ:ખી હોય. પણ અત્યારે એ સત્ય કર્મ કરી રહ્યો છે. અત્યારે એ પેલા જેટલો સુખી નથી. પણ એની પ્રમાણિકતા કર્મનો ઉદય કરવાના કર્મો બાંધી રહ્યો છે. જ્યારે પેલો ગોરખ ધંધાવાળો અત્યારે અમીરીની લીલાનગરીમાં નોટોના બિસ્તરમાં આળોટે છે. એના કર્મનો ઉદય ચાલે છે ભાઈ. એનો સમય ફૂલ જોરમાં ધીખતો છે. પણ કરૂણાની વાત એ છે કે, એ વ્યક્તિ અત્યારે જે ગોરખ ધંધા કરી ખરાબ કર્મોનું ભાથું બાંધી રહ્યો છે. વ્યક્તિએ હંમેશા સત્યની અને પ્રમાણિક્તાની આંગળી પકડી રાખવી. ભલે અત્યારે ઠીક ઠીક દિવસો જાય છે, પણ આ ઠીક ઠીક દિવસોમાં હું વિચાર, વાણી અને વર્તનથી ઉત્કૃષ્ઠ કર્મ તો કરું છું. આનું વળતર તો ગમે ત્યારે સારું જ આવવાનું છે. પેલાનો સારો સમય પાકી રહેશે એટ્લે ભરાઈ પડશે. આખરે જુઠ કેટલું લાંબુ ચાલે…! પકડાઈ તો જવાનું જ છે. અને ત્યારે એના ખરાબ દિવસો ચાલુ થયા સમજો. પ્લસ, અત્યાર સુધી ખોટા ધંધા આદરી જે ખોટા કર્મો કર્યા એનું રિટર્ન ફંડ તો સમય પાકે ત્યારે તો આવશે જ.

અમુક લોકો એમ વિચારે કે, જો પેલો કેવા ઉંધા ધંધા કરી કેટલા રૂપિયા ઊતારે છે. એ આટલી મોજ કરતો હોય તો હું શું કામ ના કરું. આમેય આતો કળિયુગ જ છે ને. પ્રમાણિક્તાના રસ્તે ચાલીશ તો ક્યારેય બે છેડાં ભેગા નહીં થાય. એના કરતાં લાવ ખોટા ધંધા કરવા દે. જે થશે એ જોયું જશે. આવું વિચારી જેને પગલું ભર્યું એ ગયો સમજો. કર્મ અને ધર્મ બન્ને બાજુથી હાથ ધોઈ બેઠો.

***

Advertisements

Author:

About me and my ethics… સ્વભાવે આમતો બિંન્દાસ માણસ છું. અલમોસ્ટ. મનમાં હોય એ કહી દઉં છું, અને દિલમાં હોય એ ક્યારેક જ કોઈને કહું છું. કંઈક કહેવું હોય છે, કંઈક ઉલેચવું હોય છે, અને જ્યાં સુધી દિલ અને મનમાં ભરાઈ પડેલી લાગણીઓ, સંવેદનાઓ, ભીતરનો ઉચાટને શબ્દસ્ખલિત ન કરું ત્યાં સુધી મનમાં અકળામણ થયા કરે. અને જ્યારે વિચારોને કાગળ પર શબ્દસ્ખલિત કરી દઉં પછી જ હૈયે શાતા વળે, કોઠે ઠંડક પડે. કદાચ એટ્લે જ હું લખું છું. લખું છું એટ્લે લેખક છું. લેખક છું એટ્લે નથી લખતો ! આમતો, લેખનમાં હજુ તો હું પાંગરતા એક નાનકડા છોડ જેવો છું. જેનો વિકાસ ને વૃદ્ધિ લખતા લખતા કબીરવડ જેવડો થાય એવી આશા સાથે પ્રમાણિક મહેનત કરતો રહીશ. સદંતર. વાંચવું ખુબ ગમે છે. પછી એ ગુજરાતી ભાષા હોય કે ઈંગ્લીશ. રસપ્રદ લાગે એ બધુ જ વાંચી લઉં છું. હું વ્યક્તિગતપણે માનું છું કે વાંચનથી વ્યક્તિની વિચારવાની, સમજવાની ક્ષિતિજ રેખા એક અલગ ફલક પર વિકસતી જાય છે. વાંચનથી મનની કુંઠિત વિચારસરણી, ગેરમાન્યતાઓ દૂર થાય છે. એટલે વાંચન તો જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વગરનું દિમાગ માટીના ઢેફા જેવું કહેવાય. પાણીના સંપર્કમાં આવતા જ ભાંગીને અસ્થિત્વહીન થઇ જાય. જ્યારે વાંચન દિમાગમાં ઝાડના મૂળિયાની જેમ પથરાઈ માનસિક રીતે વ્યક્તિને તટસ્થ રાખે, અદ્રશ્ય અંતરીક બળ આપે. અહીં મેં મારા લેખનની શરૂઆત કેટલાક ફીલોસોફીકલ આર્ટીકલથી કરી છે. મારા દરેક આર્ટીકલ અચૂક વાંચવા જેવા જ હોય છે. તમને કશુક નવું જાણવા-વિચારવા જરૂર મળશે. અને હા.., અહીં આંટો ફેરો મારતા રેજો..! અને મારા આર્ટીકલ તમારા મિત્રસર્કલમાં કે સોસીયલ મીડિયા પર જરૂર શેર કરતા રેજો..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s