ભેદ ભરમ : હરકિશન મહેતાની આ બીજી નવલકથા વાંચી. ફરીથી એમના રસાળ વર્ણને વાર્તા વાંચવામાં મને ઓતપ્રોત કરી દીધો. ખરેખર એમની વાર્તા કહેવાની શૈલી અને કથાવસ્તુ – આ બન્ને એમની કલમ માંથી નીકળી કાગળ પર ઉતરે છે ત્યારે વાર્તા જીવંત બની જાય છે. અને વાંચકો વાંચે ત્યારે એમના મનમાં પાત્રો સજીવન બની જાય એવો અહેસાસ કરાવે એવું બેનમૂન એમનું લખાણ છે.
દરેક પાને પાને કશુક નવું બને. દરેક પ્રકરણ એવા અંતે પૂરું કરે કે વાંચકને બીજું પ્રકરણ વાંચે જ છૂટકો…!. આ રસપ્રવાહ નવલકથાના છેક છેલ્લા પાનાં સુધી અકબંધ જળવાયેલું રહે છે. જેના લીધે વાંચક નવલકથાને જ્યાં સુધી પૂરી ન કરે ત્યાં સુધી ચેન ન પડે. વાંચતાં વાંચતાં કેટલા પાનાં વંચાઇ ગયા એનીય ખબર ન પડે. અમૂકવાર બેઠા બેઠા ઢીંઢાયે ખોટા પડી જાય એટલી રસપ્રદ નવલકથા હરકિશન મહેતાએ લખી છે. A must read novel.
નવલકથા છે શાના પર…?
–એક સ્ત્રીના જેનું રાત્રે કાર અકસ્માતમાં કચડાઈને ખૂન થઈ ગયું છે જેનો ભેદ ઉકેલવો એ આ નવલકથાનો મુખ્ય કથાવસ્તુ છે.
સુરેખા દીવાન નામની સ્ત્રી જેનું મૃત્યુ કાર અકસ્માતમાં થઈ ગયું હોય છે. જે આખી નવલકથામાં પ્રેત સ્વરૂપે જ હોય છે. સુરેખા દીવાનએ દુર્લભજી દીવાનની વહુ હોય છે. દુર્લભજી દીવાનને એ અકસ્માત એ કોઈએ ઘડેલું કાવતરું જ છે અને એ અકસ્માત નહિઁ પણ ખૂન થયું છે એવું એમને ચોક્કસ પાયે લાગે છે. સુરેખા દીવાનનું ખૂન થયું તો કોને કર્યું..? આ ભેદ ઉકેલવા પર વાર્તા રોલર કોસ્ટરની રાઈડ કરાવતી આગળ વધતી જાય છે એમ-એમ એક-એક પાત્રો વધતાં જાય છે. અકળી શકાય એવું ભેદી રહસ્ય જાણવા ચટપટી જાગે એવી આ વાર્તા દરેક પાને રોચક બનતી જાય છે.
નવલકથાની ઉપર છલ્લી રૂપરેખા : (for personal use)
વાર્તાની શરૂઆત વિવેક સન્યાસી નામના insurance agent થી થાય છે. જે એની સર્વિસમાં આપેલી કાર એના મિત્ર મનોજના ગેરેજમાં લેવા જાય છે. કાર સર્વિસ નથી થઇ હોતી એટલે મનોજ વિવેકને મોઘીદાટ સફેદ રંગની સિટ્રોન કાર એક રાત્રિ માટે એને પાર્ટીમાં લઈ જવા આપે છે.
એ કાર લઈને વિવેક પાર્ટીમાં જાય છે. ત્યાં મદન સીહાનો અને એની પુત્રી મોહિનીનો પરિચય થાય છે. જે ફિલ્મ એક્ટ્રેસ હોય છે. ત્યારબાદ વિવેક લીસાને મળે છે. જે દેખાવે ગોરી છે. જેની તરફ એ આકર્ષાય છે. પણ વાર્તામાં આગળ એ સંસાર છોડીને સન્યાસ લઈ સાધ્વી બની જાય છે.
વિવેક પાર્ટી માંથી માડી રાત્રે ઘરે જવા નિકડે છે ત્યારે એને રસ્તામાં એક સ્ત્રી હાથ ઊંચો કરી ઊભેલી દેખાય છે. જે ગાડી ઊભી રાખવાનો ઈશારો કરે છે. વિવેક ગાડી ઊભી રાખે છે. એ સ્ત્રી ગાડીમાં બેસે છે. વિવેક સાઈડના મિરર માંથી એ સ્ત્રીને જુવે છે અને પ્રશ્નો પૂછે છે કે તમારે ક્યાં જવાનું છે…? પણ એ સફેદ કપડામાં સજ્જ, કપાળે ચાંદલો કરેલો, ચાલીસેક વર્ષની એ સ્ત્રી કશું જ ન બોલી. એ સ્ત્રી હતી સુરેખા દેવાન. વિવેક જે ગાડીમાં બેઠો હતો એ સિટ્રોન કારમાં જ એક વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. સુરેખાને એ ગાડી ખૂબ પ્રિય હતી. મરતા મરતા એનો જીવ એ સિટ્રોન કારમાં રહી ગયો હતો એટલે એ કારમાં એ અમૂકવાર પ્રગટ થતી. કોઈવાર મોગરાની સુવાસ સ્વરૂપે અદ્રશ્ય હાજરી આપતી. વિવેકે કાર ચલાવતા ફરીથી મિરરમાં જોયું તો એ સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી.
વિવેક મનોજના ગેરેજમાં જાય છે. કાર મૂકીને એ પાછળની સીટ પર ફરીથી નજર કરે છે ત્યારે એને સીટ આગળ નીચે પડેલું એક કાર્ડ મળે છે. જેમાં દુર્લભજી દીવાનનું સરનામું મળે છે.
બીજે દિવસે એ દુર્લભજી દીવાનના ઘરે જાય છે. ત્યાં સુરેખા દીવાનનો ફોટોફ્રેમ ફૂલની માળાથી લટકાવેલો હોય છે. દુર્લભજી વિવેકને એ ફોટોમાં સુરેખા દીવાનના મૃત્યુની વાત કરે છે. ત્યાં સુરેખા દીવાનની પુત્રી સુપ્રિયાની સાથે પણ મુલાકાત થાય છે. જે અદ્દલોઅદ્દલ એની મમ્મી જેવી જ દેખાય છે. વાર્તામાં સુપ્રિયા અને વિવેકની લવ સ્ટોરી પણ વચ્ચે વચ્ચે વણાતી જાય છે.
થોડીક મુલાકાત પછી વિવેક સુરેખાના પ્રેત વિષેની વાત દુર્લભજી દીવાનને કરે છે. જે પહેલા તો બિલકુલ માનવા તૈયાર થતાં નથી. આ પ્રેતની વાત સુપ્રિયા સાંભળી જાય છે. પછી વિવેક પ્રેતાત્માને બોલાવી એની જોડે પ્રશ્નો પૂછી એનું ખૂન કોને કર્યું છે…? અને શા માટે એનો ભેદ ખોલવા એ ‘પરલોક સંસ્થા’ માં જાય છે. ત્યાં બધુ નક્કી થાય છે અને છેલ્લે પ્રેતાત્મા તરીકે કોને બોલવાના છે એ નામ પડતાં જ એ સંસ્થાના વ્યક્તિએ (જયકુમાર ઝૂંઝુનવાલા) ના પડી દીધી. કહ્યું એમનુ પ્રેતતો બોલાવવા તો અમારી પાસે એક વ્યક્તિ આવી છે. વિવેક એ વ્યક્તિનું એનું નામ પૂછે છે. જવાબમાં ના મળે છે. આખરે વિવેકને ખબર પડે છે કે એ પ્રેતાત્મા બોલાવવા બીજું કોઈ નહીં પણ સુપ્રિયા જ ગઈ હતી. પછી વિવેક અને સુપ્રિયા બન્ને સુરેખા જે પ્રેત છે એની વાતો એકબીજા જોડે કરે છે. સાથે સાથે પ્રેમના અંકુર પણ એકબીજાના દિલમાં ફૂટવા લાગે છે…
ત્યારબાદ વિવેક અને સુપ્રિયા બન્ને સાથે એ ભેદ ઉકેલવાનું બીડું હાથમાં લે છે.
સુરેખાના ખૂન પાછળ હાથ વસાનજી દીવાનનો હાથ છે એવું દુર્લભજી દીવાન મને છે. બન્ને પિતા-પુત્રો છે પણ સુરેખાના મૃત્યુ પછી એ એકબીજાના કટ્ટર દુશ્મનો બની ગયા છે.
વસનજી એ મોટો બિજનેસ મેન છે. એ વિદેશોમાં ધંધા માટે જતો ત્યારે એક ગોરી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. એની સાથે લગ્ન કર્યા અને એ બંનેનું બાળક લિઝા છે. જે ભારતમાં આવીને સાધ્વી બની ગઈ છે.
આ બીજા લગ્નને લીધે દીવાન ખાનદાનમાં સબંધોના કેટક્લાક તાર તૂટ્યા તો કેટલાક ઢીલા પડ્યા. પિતા-પુત્ર એકબીજા સાથે અબોલા છે. સુપ્રિયા એના દાદા દુર્લભજી સાથે રહે છે. સુપ્રિયા એના પિતા સાથે કોઈ રાગ-દ્વેષ નથી. દુર્લભજી સુરેખાના ખૂનનો બદલો એના ખુદના પુત્ર સાથે લેવા કોઈપણ હદે જવા તૈયાર છે. પુત્રને ખૂની માનવા માટે એમની એક આખી સ્ટોરી છે.
સંગીતના ક્લાસ માંથી સુરેખા રાત્રે કાર લઈ અચાનક ઘરે જાય છે. લૉકર માંથી કીમતી હીરો લઈને એ એરપોટ પર વસનજીને (એના પતિ) આપવા જાય છે. (વસનજી ધંધામાં મોટી ખોટ ખાધી હોય છે એટલે એ વિદેશ ભાગી જાય છે. પણ એને રોકવા માટે સુરેખા હીરો લઈને એરપોટ પર જાય છે) ત્યારે એનું કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે. આ બધુ વસનજી દીવાને જ ગોઠવેલું કાવતરું છે એમ દુર્લભજી માની બેઠા હોય છે. દુર્લભજી એમ સમજી બેઠા હોય છે કે આ કાવતરાથી વસનજીને બે ફાયદા થયા. એક સુરેખાનું ખૂન થઈ જાય તો એ વિદેશમાં એની બીજી પત્ની સાથે જઇ શકે અને બીજો, એ અકસ્માતમાં હીરા લઈને ત્યાં નવો ધંધો શરૂ કરી શકે.
વાર્તામાં આગળ ગીતા નામનું પાત્ર જે વિવેકની કોલેજ મિત્ર મળે છે. એકદમ આખાબોલું પાત્ર છે. મોઢામાં આવે એ બધી વાતો ભૈડ ભૈડ કરે. ખુલ્લા દિલની છે. વાત વાતમાં ખબર પડે છે કે ગીતાનો પતિ પોલિસ છે. પછી વાર્તાનો દોર ગીતાના પતિ દેશપાંડે સાથે જોડાય છે. જેને વિવેક બધી વાત કરે છે. દેશપાંડે પણ એ ભેદ ઉકેલવામાં લાગે છે. વાર્તામાં આગળ બન્ને એક વ્યક્તિ પર શક જાય છે. જીવણલાલ પર. જે બીજા બે છુપા નામ પરથી પણ છે એ નામનો ફોડ આગળ ખુલ્લો પડે છે. એ જીવણા એ કાર અકસ્માતમાં સુરેખાનું ખૂન કર્યું છે એ માટે વિવેક અને દેશપાંડે ખોટા નામે જુગાર રમવા માટે જાય છે. જીવણાને વિવેક એને સિટ્રોન કાર માંથી મળેલા હીરા વિષે વાત કરે છે. આ સાંભળીને જીવણની દાનત બગડે છે. વિવેક એ હીરાને સોદા માટે વેચવાની વાત જીવણાને કરે છે. એ વિવેકને વીસ-પચ્ચીસ વધુ કામવી આપશે એવી લાલચ આપી વિવેકને ફસાવે છે. જ્યારે જીવણો પોતે વિવેકની ચાલમાં ફસાતો જાય છે…… (વચ્ચે બીજી બહુ જીણી જીણી વાતો છે – સ્મશાનમાં સિટ્રોન કારને વીંખી, સુરેખાનું પ્રેત દેખાયું જેમાં એકની ફાટી ગઈ, ભૂગર્ભ ગટર માર્ગ, વિવેકને કીડનેપ કરી જીવણાએ એને ધોલાયો, દેશપાંડેનું સિક્રેટ મિશન ગોવા, વિવેકે હોટલમાં રૂમ રાખી પોતાની ઓળખાણ છુપાવા રહેતો, દુર્લભજીનો ફેક્ટરીને આગ લાગવાનો પ્લાન, ભાગવત કથામાં મળતો વ્યક્તિ જે જીવણલાલ જ હતો બીજા નામે, ભાગવતનો ઊંધો અર્થ દુર્લભજી ડોહો કાઢતો એ કોમેડી…, )
આખરે જીવણો પકડાય છે. જેલમાં પુરાય છે. જેલ માંથીયે ભાગી જાય છે. રોડ ક્રોસ કરતાં એ ટ્રક નીચે કચડાઈ મારી જાય છે. ટ્રકમાં કોઈ હોતું નથી. દુર્લભજી વિવેકને સુપ્રિયાનો હાથ આપે છે. સબંધો પર વળગેલા અતિથના જાળાં દૂર થતાં પિતા-પુત્ર પાછા ભેગા થાય છે. લિઝા સન્યાસ લીધો એ લીધો.
Happy Ending…
વાર્તારસ – 4/5
ડાઈલોગ્સ – 5/5
વર્ણન – 5/5
પાત્રો – 5/5
~ overall = 4.5/5
***