Posted in Book Reviews

સોનાનું પિંજર – હરકિશન મહેતા : બૂક રિવ્યુ

હરકિશન મહેતાની આ ત્રીજી બૂક વાંચી.

હરકિશન મહેતાના બાકીના પુસ્તકો કરતાં આ અલગ પુસ્તક છે. આ એક travelogue/પ્રવાસ કથા છે.

હરકિશનભાઈએ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં યોજાયેલી ‘international crime writers’ માં ભાગ લેવા અને ત્યાં એક પખવાડિયા માટે ફરવા જાય છે એના ઉપર લખી છે. હરકિશનભાઈ જ્યાં જ્યાં ફર્યા, અજાણ્યા લોકોને મળ્યા, નવા અનુભવ થયા, પહેલીવાર સ્વીડને એમના મન પર કેવી છાપ છોડી એ બધુ એમણે આ પુસ્તકમાં એમની રોચક લેખન શૈલીમાં વર્ણવ્યું છે. વાંચતાં વાંચતાં આપણાં મનમાં સ્વીડન કેવું હશે..! એનું કલ્પનાચિત્ર ખડું થઈ જાય એવું મસ્ત મજાનું પુસ્તક છે.

હરકિશન ભાઈની કલમે લખાતી રસપ્રદ નવલકથા સિવાયનું અલગ સાહિત્ય વાંચવાની મજા પડી ગઈ. આ પુસ્તક વાંચ્યા પછી તો ખરેખર, સ્વીડન જોવા જવાની ઈચ્છા થઈ ગઈ..! સ્વીડનનું શું બેનમૂન વર્ણન કર્યું છે બાકી…! ત્યાનું બર્ફીલું વાદળછાયું વાતાવરણ, ત્યાંના તળાવો, પ્રકૃતિનું વર્ણન, તથા ત્યાંના સરકારી નિયમો વિષે, બાળકોની શિક્ષા માટેના નિયમો વગેરે વગેરે….

ત્યાં એક ગરીબ વ્યક્તિની (જ્હોની) કહાની કાફેમાં સાંભળે છે એ વાર્તા પણ સરસ છે. કેવી રીતે એની આવી હાલત થઈ…? એની ગર્લફ્રેન્ડ જીન (જે બાર ડાન્સર હોય છે) વિષેની સ્ટોરી, ત્યાંના લોકો બાળકોને દત્તક લેવાના વિષેની સ્ટોરી અને એમને રૂબરૂ મળીને એમની સાથે કરેલો વાર્તાલાપ, ત્યાંના લોકોની વિચારસરણી કેવી છે… એ બધુ સુંદર રીતે બખૂબી વર્ણવ્યું છે.

પુસ્તકમાં એક નાનકડી વાત છે જ્યાં, એક છોકરો (જે તારક મહેતાની વાર્તાના ટપુડા જેવો હોય છે) જેને એના પપ્પા થોડાક ઊંચા અવાજે ખખડાવે છે. અને પાડોશી એ જોઈ જાય છે ને તરત જ એ પોલીસને બોલાવે છે. પોલીસ પૂછપરછમાં પૂછે છે કે, ‘તારા પપ્પાએ તને ધમકાવ્યો હતો?’ છોકરો જવાબમાં ‘હા’ પાડે છે. પોલીસ એના પપ્પાને પકડીને પોલીસથાણે લઈ જાય છે. અને પાછા પોલીસ એ છોકરાને કહે છે કે, ‘તને જો ફરીથી ક્યારેય આમ ધમકાવે તો અમને જાણ કરી દેવાની. અમે તારા માટે સરસ પરિવારની વ્યવસ્થા કરી આપશુ’.

આવા નિયમો પણ ત્યાં હોય છે એ આ પુસ્તક વાંચીને ખબર પડી…!

ટ્રેનમાં (કે બસમાં) મુસાફરી કરતાં બે પ્રેમી યુગલો જાણે આજુબાજુ લોકો જોવે છે એની પરવા કર્યા વિના એકબીજાને બાથમાં લઈ બિંન્દાસ બની ચુંબનો ભરવામાં એકલીન થઈ ગયા હોય છે. હરકિશન ભાઈએ આ ચુબન કરતાં પ્રેમી યુગલોના ફોટો પણ ચોરીછૂપી કેમેરામાં કેદ કરી લે છે… (જોકે બસમાં બેઠેલો એક વ્યક્તિ ફોટો પાડતાં જોઈ જતાં એનો પારો જરા ચડી જતાં ચાપલૂસી કરે એ પહેલા હરકિશન ભાઈ ત્યાંથી સરકી જાય છે…)

સ્વીડનમાં વસવાટ કરતાં લોકોને આર્થિક રીતે અને શિક્ષણમાં કોઈ કચાસ ન રહે એ માટે સરકારના કેવા સવલતભર્યા નિયમો છે એ જાણ્યું. માતા ગર્ભવતી બને તો સરકાર એની કાળજી રાખવા કેટલી તકેદારી રાખે છે. બાળક જન્મે પછી એને માટે પુસ્તકો, રમકડાં સરકાર સામેથી આપી જાય. જો બાળકને માતૃભાષા (ગુજરાતી) શીખવી હોય તો સરકાર ગુજરાતી શીખવતો શિક્ષક શોધી એની ટ્યુસનની ફી પણ આપે, અને જો માતા-પિતા બાળકને શીખવાડવા તૈયાર હોય તો સરકાર પોતાના જ બાળકને ભણાવવાની પણ ફી આપે… બોલો…! આવા નિયમો આપણાં દેશમાં હોય તો..!

ત્યાં સ્વીડનના રહેવાસીઓ માટે દરેકે સ્વીડિસ ભાષા શીખવી ફરજિયાત જ છે પાછી.

ખરેખર, ફરીથી વાંચવાની મજા આવે અને બેઠા બેઠા સ્વીડનની મુસાફરી કરાવે એવું મસ્ત મુસાફરી કરાવતું પુસ્તક છે. ખાસ વાંચજો…

Rating: 5/5

***

Advertisements

Author:

I haven't add yet... but soon....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s