Posted in Book Reviews

કટિબંધ બૂક રિવ્યુ.

વાર્તાની રૂપરેખા –

વાર્તાની નાયિકા કામાલિ જાડેજા. જે ગુજરાતની શ્રેષ્ઠ નવલકથાકાર છે. છાપામાં એની વાર્તાઓ ધારાવાહિક સ્વરૂપે સાપ્તાહિક છપાતી આવી છે. અને એ ધારાવાહિકનો તંત્રી-માલિક ચિતરંજન દેસાઇ છે. જે કામાલિને નવી નવલકથા લખવા ફોન કરી કરીને એનું માથું ખાઈ જાય છે. પણ કામાલિને નવી નવલકથા લખવા માટે અફલાતૂન અને વાંચકોને છેલ્લા પાનાં સુધી વાંચવા મજૂબૂર કરી નાખે, એવી વાર્તાના વિષયની શોધમાં હોય છે. જેના માટે એ ઘણું રખડી, પણ એને ફેસીનેટ કરતી કોઈ વાર્તા મનમાં ફિટ ન બેસી. આખરે એને મુંબઈ જવાનું નક્કી કર્યું. એ તેના ફેમેલી મિત્ર સુધાકર કોલ્પેને ત્યાં એની ‘સી-ગલ’ હોટલમાં રોકાઈ.

હોટલમાં જમતી વેળાએ એનો પરિચય એક અજાણ્યા વ્યક્તિ નચિકેત મહેતા સાથે થયો. જે હેન્ડસમ, ડેશિંગ અને સાહજિક રીતે નજર ખેંચે એવી આકર્ષિત એની પર્સનાલિટી હતી. એના વ્યક્તિત્વને જોઈ કામાલિ પહેલી જ નજરે પુરુષસહજ આકર્ષણ અનુભવ્યું. હોટલમાં જ નચિકેત અને કામાલિ વચ્ચે થોડીક વાતચીત થઈ. જેમા એ કામાલિને પ્રશ્નો પૂછતો. કામાલિને પહેલા તો એ પ્રશ્નો અર્થવિનાના લાગ્યા. નચિકેતે કામાલિ અને સુધાકરને એના ઘરનું સરનામું આપી ત્યાથી વિદાય લીધી.

હોટલમાં બીજે દિવસે સવારે કામાલિને એના રૂમમાં એક પરબીડિયું આવ્યું. પરબીડિયુ નચિકેત મહેતાના સરનામેથી આવ્યું હતું. પરબીડયું ખોલ્યું. એમાંથી એક ફોટો નીકળ્યો. જે જોઈ કામલીની આંખો ફાટી પડી. એ ફોટોમાં કોઈ સ્ત્રી પરણવાની હોય એમ તૈયાર થઈ લાલ સાડી પહેરેલી, નાકે નથણી, સંપૂર્ણ ઘરેણાથી સજ્જ, છાતીએ ઓઢેલી આછી ઓઢણી અને કમર પર હીરા, મોતીથી જડેલો કટિબંધ પહેરેલો. એ સ્ત્રી કોઈ રાજપૂતાણીની જેવી લાગતી હતી જેનો ચહેરો હૂબહૂ કામાલિ જેવો જ દેખાતો હતો. તેને કોલ્પેને બોલાવી એ ફોટો બતાવ્યો. એ  ફોટો જોઈ કોલ્પે પણ તરત ચોંકી ઉઠ્યો. હવે દ્રીધામાં નાખતો પ્રશ્ન એ હતો કે કામલીએ ક્યારેય એવા ફોટા માટેનું તૈલીપોટ્રેઇડ બનાવડાવ્યું નહતું. તો એ પોટ્રેઇડ હતો કોનો? બધી જ રીતે એના જેવી જ હૂબહૂ દેખાતી એ સ્ત્રી કોણ હતી?

કામાલિને ખળભળાવી મૂકતું એ ફોટાનું રહસ્ય જાણવા એ બંને બદમાશ નચિકેતના સરનામે પહોંચ્યા. ત્યાં નચિકેતે એ ફોટાનું રહસ્ય જણાવવા અજીબ શરતો મૂકી. રહસ્ય જાણવાની અકળામણ શાંત કરવા બંને એ બાલિશ લાગતી શરતો કમને પણ સ્વીકારી પડી. શરતો પૂરી થતી એમ એમ કામાલિના જેવી જ હૂબહૂ દેખાતી સ્ત્રીના બીજા તૈલીપોટ્રેઇડના પેંટિંગ્સ રિવેલ થતાં. તેમ તેમ એમની રહસ્યને જાણવા ઉત્કંઠા અને સળવળાહટ વધતી જતી. હકીકતમાં નચિકેત એમ જ સમજી બેઠો હતો કે એ પેંટિંગ્સ કામાલિના છે.

આખરે નચિકેતે બંનેને એ પોટ્રેઇડ વિષે બધી માહિતી જણાવે છે. કામાલિ અને કોલ્પે એની વાત સાંભળીને અચંબો લાગે છે. ત્રણેય માટે એ પોટ્રેઇડસ એક છુપું રહસ્ય બની રહે છે. નચિકેતની વાત સાંભળ્યા પછી કામાલિ અને કોલ્પેને એની બાલિશ શરતો અને મૂર્ખ લગતા પ્રશ્નો ત્યારે યથાયોગ્ય લાગ્યા. જો એ પોટ્રેઇડ કામાલિના નથી તો કોના છે? એ છુપા રહસ્યનો ભેદ જાણવા માટે કામાલિ અને નચિકેત શોધખોળ કરવા નીકડી પડે છે. એ પોટ્રેઇડને બનાવનાર painter(દીનાનાથ) નો પત્તો મેળવે છે. એ પોટ્રેઇડ બનાવનાર Painter તો દાયકાઓ પહેલા આત્મહત્યા કરી લીધી હતી એવું જાણવા મળ્યું. જેનું પંગેરું વાર્તામાં આગળ ફૂટે છે. આખરે વાયે વાયે માહિતી મળે છે કે, એ પોટ્રેઇડ માઉન્ટ આબુમાં એક રાજાએ એમની પત્ની માટે બનાવડાવ્યું હતું.

કામાલિ અને નચિકેત એ પોટ્રેઇડનું રહસ્ય ઉકેલવા આબુ જવા નીકળી પડે છે. નચિકેતના પાસે જે બીજા પોટ્રેઇડ હતા એમાંના એક પોટ્રેઇડમાં તે સ્ત્રીએ લગભગ અર્ધ્નંગ્ન શરીરે એના વક્ષ:સ્થળો પર આછી ઓઢણી ઢાંકીને એ પોટ્રેઇડ painter સામે બેસીને બનાવડાવ્યું હતું. આ વાત બંનેને ગળે ઊતરતી નહતી. સાઠ-સિત્તેર વર્ષ પહેલા, રજવાડી સ્ત્રી આટલી અભદ્રતાથી ક્યારેય કોઇ અજાણ્યા painter ની સામે પોટ્રેઇડ બનાવવા આવા અશ્લીલતાથી બેસી જ ન શકે. એ વખતે કોઈપણ સ્ત્રી માનસિક રીતે એટલી ખુલ્લા વિચારોવાળી હોય શકે જ નહિ.

આબુએ નિર્ધારિત સ્થળે પહોચ્યા. ત્યાના લોકલ વ્યક્તિઓને ઘરે જઈ એ ફોટો બતાવી એ સ્ત્રી કોણ હતી એની માહિતી મેળવવા ફરી વળ્યા. ત્યાં રાત્રિના સમયે એક રજવાડીના ઘરનો દરવાજો ખટખટવ્યો. અંધારું હોવાથી વ્યક્તિ દરવાજો ખોલી ફાનસ લઈ બહાર આવ્યો. ફાનસનું અજવાળું જેવુ કામાલિના ચહેરા પર પથરાઇ સ્પષ્ટ થયુ, અને જેવી એની નજર કામાલિના ચહેરા પર પડી એવું જ એના ચહેરા પરનું નૂર ઊડી ગયું. એના શરીરમાં ધ્રૂજારી છૂટી ગઈ. હાથમાં પકડેલી ફાનસની છટકીને ભોંય પડી ગઈ. ભ ભ…ભૂત ભૂત…એવા ફફડતા તૂટતાં અવાજે ઘભરાઈ જમીન પર બેભાન થઈ ઢળી પડ્યો. થોડીકવાર પછી મામલો થાળે પાડ્યો. હકીકત સમજાવી. તો પણ એને માંડ માંડ વિશ્વાસ બેઠો. પછી વાત કરતાં માલૂમ પડ્યું કે એ સ્ત્રીનું નામ પ્રેમલતા છે. તે કૃષ્ણસિંહજીની બીજી પત્ની હતી.

બંને જણ બીજે દિવસે પોલીસથાણે ગયા. ત્યાના ઇસપેકટરને એ ફોટો બતાવ્યો. એ પણ કામાલિને નજરો નજર જોઈ હલબલી ગયો. કામાલિ અને નચિકેતેઆખી વાતની સ્પષ્ટતા કરી. પછી એ ફોટા વિષે વધુ માહિતી લેવા ઇન્સ્પેક્ટરે દિગ્વિજયસિંહ પાસે મોકલ્યા. એ રિટાયર્ડ પોલીસ અફસર હતા. એમણે ઉમરના બાણું વર્ષ વટાવી ચૂક્યા હતા.

પછી દિગ્વિજયસિંહ પણ કામલીણે પહેલીવાર જોઈ ધબકારો ચૂકી ગયા હોય એમ ચોંકી ગયા. પછી નચિકેત અને કામાલિને એ ફોટામાં જે સ્ત્રી છે એ રહસ્યના ભેદ જાણવા આવ્યા હતા એની વિગતવાર વાત કહી સંભળાવી. પછી 70-80 વર્ષ પહેલાની જે હકીકત દિગ્વિજય કહે છે એ બંને જણા તલપાપડ થઈ સાંભળે છે. અને ધીરે ધીરે જેમ વાર્તા આગળ વધતી જાય છે એમ એ પોટ્રેઇડનું અને તે સ્ત્રીનું (પ્રેમલતા) રહસ્ય પરથી પડદો ધીરે ધીરે હટાવી હકીકત જાણવાનો સળવળાટ અને ઉત્કંઠા સતત દરેક પાને અકબંધ સાચવતો રહે છે. વાર્તાના પાત્રોનું અને સ્થળોનું એવું બેનમૂન વર્ણન અશ્વિની ભટ્ટે કરેલ છે કે પાત્રોની સ્પષ્ટ છબી FULL HD માં તમારા માનસપટલ પર જીવતા કરી મૂક્યા હોય સાલું એવું લખ્યું છે. અવર્ણનીય વર્ણન કરી વાંચકોને બોચીમાંથી પકડી રાખી આગળ શું થશે? શું આવશે? એવી ઇન્તેજારી કર્યા સિવાય છૂટકો જ ના રહે. અદભૂત છે યાર…અદભૂત.

આટલું વાંચીને તમને વાર્તામાં આગળ વાંચવાની થોડીક પણ ઉત્કંઠા જાગી હોય તો અચૂક….આ નવલકથાના ત્રણેય ભાગ વાંચીને લૂંટાય એટલી મજા લૂંટજો…., ગમે ત્યાંથી આ પુસ્તકનાં ત્રણેય ભાગને વાંચી લેજો. ફાયદામાં રેશો યાર!

સ્ત્રી પાત્રોનું, પ્રેમલાપનું અને પ્રણયમિલનનું શું અદભૂત નશીલું વર્ણન કર્યું છે સાહેબ. બેઠા બેઠા તમારી ઇદ્રિયોનો નશો કરવી મૂકશે. અને બીજી વાત નવલકથામાં જેટલા પાત્રો છે એટલા બધા પાત્રોની એકબીજા સાથેની વાતચીત તથા સંવાદો એટલા અધિકૃત અને વાસ્તવિક લાગે કે એ પાત્રની અસલિયત એના નીકળેલા શબ્દો વાંચી છલકાયતી હોય એવું લાગે. અશ્વિની ભટ્ટ દરેકે દરેક પાત્રોની જિંદગી જીવી જાણી છે, એ પાત્રોની આત્મામાં (કોરમાં) ઉતરી શબ્દો કે વાક્યો આલેખ્યા છે. અશ્વિની ભાઈ 500-550 જેટલા વર્ષ આ નવલકથા પાત્રો કંડારી એને લખતા લખતા જીવ્યા છે એવું કેવાય.

પાંચ દિવસમાં ભાગ – 1 વાંચીને નક્કી કરી લીધું કે હવે તો આનો આખો સેટ વસાવી બીજી વખત પૂરેપુરી મજા લૂંટવી છે. મારા માનસમાં તો આ નવલકથાના પાત્રો અને સ્થળો ચલચિત્રો સ્વરૂપે ઘડાઈ ગઈ છે.

અશ્વિનીભાઈએ શબ્દો અને સ્પષ્ટ વાક્ય રચના લઈ પાત્રો અને સ્થળોને અદભૂત રીતે કંડારી, વાર્તાના પ્રવાહમાં આવતી દરેક ઘટનાને જીવતી કરી મુકી છે.

પાત્રો – 5

સંવાદ – 5

વર્ણન – 5

વાર્તારસ – 5

કુલ રેટિંગ = 5/5

*

ભાગ – 2 વાંચ્યા પછીનો મારું વિવેચન.

ભાગ – 1ની શરૂઆતમાં ફોટાના રહસ્યને ઉકેલવા વાર્તાનો પ્રવાહ ધીરે ધીરે આગળ વધે છે. અને અંતમાં ફોટામાંની સ્ત્રી કોણ હતી એનું રહસ્ય ખૂલી જાય છે. તથા દિગ્વિજયસિંહ અને રાણી પ્રેમલતા વચ્ચેની મિત્રતા, પ્રેમાલાપની આપવીતી દિગ્વિજયસિંહ કામાલિ અને નચિકેતને સંભળાવે છે. જેમાં પ્રેમલતા કેડ પર જે કટિબંધ પહેરતી એ કોઈ તાંત્રિક પાસેથી બનાવડાવ્યો હતો, જેને પહેરતા પ્રેમલતા અલગ લાગણીઓથી વશ થઈ જતી. એ કટિબંધ પહેરતા અદ્રિતીય અનેરો આનંદ મળતો અને એને વશ થઈ એ કટિબંધ પહેરેલો જ રાખતી. ધીરે ધીરે એ કાળી વિધ્યાઓ અને મંત્રોથી બનાવેલો એ અદભૂત તલસ્મી કટિબંધ રાણી પ્રેમલતા પર કેવી અસર કરે એના પડળો વાર્તામાં આગળ ખૂલતાં જાય છે. ભાગ – 1ના અંતમાં પ્રેમલતાએ કેડમાં પહેરેલો રત્નો જડિત સોનાનો કટિબંધનું રહસ્ય શું છે? એ સળવળાટ કરતો mysterious પ્રશ્ન વાંચકો મનમાં અધૂરો છોડી ભાગ – 1 પૂરો થાય છે. એ mystery પાછળ એવું તો શું રહસ્ય છે એ જાણવા વાંચકો હતપતીયા થઈ ભાગ – 2 વાંચવા જરૂર વશ થઈ જાય જ છે. અશ્વિની ભટ્ટ પાને પાને વાર્તાનો રસ અકબંધ જળવાઈ રહે એના શબ્દ-તાંત્રિક જ છે. જે દરેક વાંચક એમનું લખાણ વાંચતાં વાંચતાં એ વળગાડને આધીન થઈ જાય જ.

ભાગ – 2માં એ કટીબંધનું રહસ્ય ઉકેલવા બંને પાછા મુંબઈ આવે છે. ત્યાં ચિતરંજન (તંત્રી-માલિક), સુધાકર કોલ્પે(હોટલનો માલિક)ને બંને આખી કથા કહી સંભળાવે છે. ચિતરંજન, કામાલિ અને નચિકેત ત્રણેય ચિતરંજનની ઓફિસે જાય છે. ત્યાં એજ ઓફિસમાં કામ કરતાં દત્તું કુલકર્ણીને કટિબધ વિષે વાત કરે છે. દત્તું કહે છે કે, કટિબંધ જેવા એન્ટિક જૂના તથા મોઘા ઘરેણાંનો સંગ્રહ વેલજી-વછરાજ એન્ડ સન્સ કરે છે. પણ વર્ષો પહેલા એમની પેઢીમાં મોટી લૂંટ થઈ હતી, અને એ માણસોનુ એ દરમ્યાન મૃત્યુ થઈ ગયું હતું. એ વખતે એ ઘટના અખબારમાં જોરદાર ચગી હતી. પછી દત્તું નોલી મેકેંઝી નામની ડોશીને મળવા કહે છે. એ ડોશી આખા અંડરવલ્ડનો ઇતિહાસ જાણે છે.

બંને એક બારમાં નોલીને મળે છે. ત્યાંથી ભાગ – 2 વાર્તા પકડે છે. આખો ભાગ -2 નોલી બંનેને કહી સંભળાવે છે, અને વચ્ચે વચ્ચે બિયરના કેટલાય ગ્લાસ ગટગટાવી જાય છે અને કેટલીયે સિગારેટના ઠૂંઠા ફૂંકી મારે છે. બહુ જબરી ડોશી છે. અંડરવર્લ્ડની માહિતી કહેવાના એ સારા એવા પૈસા પડાવે છે. ડોશીએ મુંબઈના ઇતિહાસની ચાલતી ફરતી વિકિપીડિયા છે. એને મુંબઈની અંદર નાનામાં નાની ચગેલી અંડરવર્લ્ડની વાતો જુબાની યાદ છે.

ભાગ – 1માં 75% વાર્તા દિગ્વિજયસિંહે કહી હતી, એમાં કામાલિ અને નચિકેત શ્રોતા તરીકે હતા. એવીજ રીતે ભાગ – 2માં નોલી ડોશીએ 95% વાર્તા કહી છે. અને એમાં મુખ્ય પાત્ર કામાલિ અને નચિકેત એ સુસુપ્ત શ્રોતા તરીકે છે. જેમાં એમનો વાર્તાલાપ કુલ સરવાળે માંડ ત્રણેક પેજનો હશે. પણ…મિત્રો, વાર્તા એટલી રસપ્રદ છે કે તમને મજા પડી જશે.

ભાગ – 2 એ આખો વેલજી-વછરાજ એન્ડ સન્સની પેઢીમાં થયેલી લૂંટ પર આલેખાઈ છે. જે આખી પ્લાનિંગ નક્કી કરીને લૂંટ કરી છે. જેમાં કટિબંધની પણ ચોરી કરે છે, પણ વાર્તાના અંતમાં પણ કટિબંધનું રહસ્ય પણ વણઉકેલ્યું જ રહે છે. જે ભાગ – 3 માં ખુલશે. અશ્વિની ભટ્ટે આખી લૂંટની ઘટના એવી વર્ણવી છે કે, કટિબંધનું રહસ્ય વાંચકો ભૂલી જઇ, લૂંટ કેવી રીતે થશે? કોઈ પકડશે કે નહીં? એની ઇંતેજારીમાં એકદમ ગળાડૂબ થઈ જઈએ છીએ. અને લૂંટ થયા પછી ગોડબોલે નામનું પોલીસનું પાત્ર આવે છે. એ એવા તર્ક લગાવી જે તઈકીકાત કરે છે એ બહુ મસ્ત લખ્યો છે. છેલ્લે અંતમાં શું થાય છે? એતો તમે વાંચશો તો જ મજા આવશે. 510 પેજની વાર્તા એક પેજમાં કહેવી અશક્ય છે ભાઈ!. એ જાણવા તો ભાગ – 2 અચૂક વાંચવો જ રહ્યો.

પાત્રો – 4

સંવાદ – 4.5

વર્ણન – 4.5

વાર્તારસ – 3

મારું રેટિંગ = 4/5

વેલજી-વછરાજ એન્ડ સન્સની મૂંબઈમાં ધીખતી પેઢી છે. જે એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરે છે. જેક લેવીન (અંગ્રેજ વેપારી) અને દીના બેડેકર (મરાઠી) બંનેના પ્રેમાલાપનું પરિણામ મોના બેડેકર. જે એના પિતાના ધંધામાં વળી ગઈ હતી. વલીખાન (પેશવારી નસલનો પઠાણ) મોનાનો કર્મચારી. બન્ને વચ્ચેના સંબંધો નિકટ હતા.

કર્નલ દામોદર બ્રારએ મોટી ચોરીઓ કરવી એ એનું કામ હતું. અને ગુનામાં પકડાતાં એ તિહાર જેલમાં છ વર્ષ ઘસીને બહાર આવ્યો હતો.

*

ભાગ – 3 વાંચ્યા પછીનું મારું વિવેચન.

બહુ ઓછી રસપ્રદ વાર્તા થઈ ગઈ. કટિબંધનું રહસ્ય પહેલા ભાગથી ચાલ્યું આવે છે. અને એ રહસ્ય અંતમાં જરાય અચંબામાં મૂકે એવું નથી. સાવ કાચું-પોચું. વાર્તા બહુ ખેંચી બોરિંગ બનાવી દીધી. ભાગ – 1 માં જેટલી મજા આવી એની 10% મજા ભાગ – 3માં નથી. કટિબંધનું રહસ્ય બાજુમાં મુકાઇ ગયું અને બીજી બધી લાંબી લાંબી ઘટનાઓ ઉમેરી બોરિંગ વાર્તા કરી નાખી. વાંચતા જરાયે એન્જોય આવે એવી નથી.

પાત્રો – 3

સંવાદ – 3.5

વર્ણન – 3.5

વાર્તારસ – 2

મારું રેટિંગ = 3/5

Do yourself favor, read first part and forget about ‘Katibandh’.

Author:

I am a joyous and lovable person. I think that's enough to make me your friend... :)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s