Posted in Book Reviews

અશ્વદોડ – બૂક રિવ્યુ.

અશ્વદોડ
અશ્વદોડ

આ પુસ્તક એ સુનિલ ભાલાણીના જીવન પર આલેખાયેલું છે. જેને કોઈ ચોક્કસ કેટેગરીમાં મુકાય એવું નથી, કારણકે આ એક બાયોગ્રાફિકલ-નોવેલ છે. જેમાં સુનિલ ભાલાણીએ ચોખવટ કરી છે કે; મારી જીવન-કથામાં અમુક પ્રસંગોને રસપ્રદ રીતે રજૂઆત કરવા જેતે પ્રસંગનો સારતત્વ કેન્દ્રસ્થાને રાખીને મસાલો (fictional stuff) ભેળવ્યો છે. પુસ્તકમાં એમના બચપણમાં મિત્રો સાથે કરેલી મસ્તી, નિશાળમાં કરેલી મસ્તરોની મજાક, પહેલી-વહેલીવાર પડેલા પ્રેમની વાતો, શેરીની છોકરીઓ સાથે કરેલી હળવી–ફૂલકી મજાક, પુસ્તકો સાથે મિત્રતા કેવી રીતે થઈ, બીજા સરસ એવા પ્રસંગો વાંચવાની મજા આવે એવા છે. વચ્ચે વચ્ચે સરસ ફિલોસોફીકલ વાતો પણ કરી છે. ગુજરાતી કવિઓની કવિતાઓને વિદેશના કવિઓની કૃતિઓ સાથે સરખામણી કરી છે; જેમાં આપણાં લોકજાણીતા કવિ ઉમાશંકર જોશીની કવિતાઓને વિદેશના કવિ બોદલેર અને ટોમસ હોડની કવિતાઓ સાથે સરખાવી છે. જે મહદઅંશે ગુજરાતીમાં અનુવાદ કરી પોતાની કરી લીધી છે. જે ચોરી સુનિલ ભાલાણી પકડી પાડી છે. અને એ બધુ કટાક્ષમાં એવું કહ્યું છે કે કોઈને માઠુંયે ન લાગે અને યથાર્થ કે’વાઈ જાય. નીચેના સ્ક્રીનશોટમાં વાંચી જોવો.

1

Ashwdod book
Ashwdod book

(વાત છે આતો: આ પુસ્તક વાંચ્યું એના પહેલા સુનિલ ભાલાણી લેખક હતો કે કોણ હતો એની મને કશી જ ખબર નહતી. અરે, નામેય નહતું સાંભળ્યુ. આતો માંકડ કાકાના લેખનનો નશો કરવો હતો એટલે પુસ્તક વાંચ્યું. )

આ પુસ્તક વાંચવા પાછળનું કારણ એ છે કે; લાઇબ્રેરિમાં મોહહમદ માંકડનું આ એકલું-અટુલું પુસ્તક જ આવેલેબલ હતું. બિચારું ! મહોમ્મદ માંકડના લેખો તો પૂર્તિમાં હર હપ્તે વાંચેલા, પણ એમની કોઈ અન્ય સાહિત્ય કૃતિ વાંચી નહતી એટ્લે આ વધેલું પુસ્તક વાંચ્યું. ( to be honest – પુસ્તક રસપ્રદ છે બાકી. 50 પાનાંમાં જો રસ નઇ પડે તો અધૂરું જ પાછું આપી દઇશ ! આવું મેં નક્કી કર્યું હતું. પણ પુસ્તકે મને ખોટો પાડ્યો સાહેબ !

એક વાત કહું? ક્યારેય કોઈ પણ વસ્તુ જ્યાં સુધી પૂરેપુરી વાંચી–સમજી–જાણી ના લઈએ ત્યાં સુધી એના વિષે કોઈ ખોટી પૂર્વધારણા (erroneous prejudice) ના બાંધી લેવાય. )

By the way, I really liked the book’s cover page. જોકે પુસ્તક અને કવર પેજને કશું લાગતું વળગતું નથી.

રેટિંગ મીટર – 4/5

***

બોલો…! ગુજરાતી સાહિત્યના આટલા મોટા લેખકના પુસ્તકો પણ લાઇબ્રેરિમાં આવેલેબલ નથી હોતા ! હવે શું કેવું આ ગોવેરમેંટ લાઇબ્રેરિઓના પુતરોને ! દરવર્ષે સરકાર નવા પુસ્તકો ખરીદવા રૂપિયા આપતી હોય એનું શી ખબર શું કરતાં હશે ***ઓ ! ( તમારી રીતે સારી એવી ગાળ ગોતીને મૂકવી હોય તો મૂકી દેજો…)

હા, પુસ્તક કોઈ વાંચવા લઈ ગયું હોય તો એ વાત વ્યાજબી લાગે. અને સાલા જે અમુક પુસ્તકો મળે એમાં વચ્ચેના અડધા પત્તા ફાટી ગયેલા હોય, અમુકમાં છુટ્ટા રખડતા હોય, અમુકમાં પાછળના દસ-બાર પટ્ટા જ હોય નઇ! હવે ખૂની કોણ હતો એ જાણવા અહીં હું તલપાપડ થતો હોઉ ને તો સાલું આગળ કશું વાંચવા જ મળે. પછી અડસટ્ટો મારવો પડે કે આ અવળચંડો જ હશે !

ગુજરાતમાં ગુજરાતી પુસ્તકોની લાઇબ્રેરિમાં શ્રેષ્ટ લેખકોના ગુજરાતી પુસ્તકો જ ના મળે આનાથી મોટી કરુણતા ગુજરાતી સાહિત્ય માટે શું હોય? મેં હમણાં ક્યાક સાંભળ્યુ હતું કે એક ભાઈ શિકાગોના એક ગામમાં બસ અમસ્તું જ ટ્રાવેલલિંગ કરવા ગયા હતા, ને એમણે ત્યાનું પુસ્તકાલય જોયું તો છક્ક થઈ ગયા ! અમદાવાદના મુખ્ય પુસ્તકાલય કરતાંયે મોટું હતું. અને એમાંયે તમને નવાઈ પમાડે એવી તો વાત એ છે કે; ત્યાં ગુજરાતીના 20 પુસ્તકો આવેલેબલ હતા. સરસ્વતીચંદ્રના 1-4 ભાગ અને બીજા ત્રણેક નામ કહ્યા હતા. ( પણ સાલું મગજમાંથી નિકળી ગયું, ) એ ભાઈએ લિબ્રેરીયનને પૂછ્યું કે; ‘ ગુજરાતી પુસ્તકો અહીં કેમ રાખો છો? ‘ પેલા ભાઈએ કહ્યું; ‘ અહીં કેટલાક ગુજરાતી પરિવાર પણ રહે છે એટ્લે એમના માટે ખાસ વસાવ્યા છે. ‘

બોલો…! વિદેશમાં પુસ્તકોનું કેટલું મહત્વ આપે છે લોકો. આ વાત સાંભળ્યા પછી સાલો **** એવો ગુસ્સો આવે છે ને, શું કેવું હવે આ આપણાં મરી પરવારેલી માનસિકતાવાળાને!

મને લાગે છે કે, મારે ‘પુસ્તકોનું મહત્વ’ નામનો એકાદ લેખ લખી અંદરનો સુસુપ્ત અવસ્થામાં દબાયેલો જે રોષ, બળાપો છે એ લેખમાં ખંચેરીને, ખંખેરીને અથવા નિચોવીનેય કાઢવો તો પડશે જ ! નહિઁ રે’વાય સાલું.

પાલનપુર લાઇબ્રેરિની વાત છે હો. બબ્બે લાઇબ્રેરિમાં મેમ્બરશિપ લીધી છે તોયે આવી હાલત છે. ભલું થાય આ લાઇબ્રેરિનું. નિસાસો નાખીને…. છટ્ટટ્ટ.

 

Advertisements

Author:

I haven't add yet... but soon....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s